છોટાઉદેપુર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરાયું
છોટાઉદેપુર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરાયું
રાજ્યભરના તમામ જિલ્લાઓને આવરી લેતો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર ખાતે આવેલ સ્વામિનારાયણ હોલમાં રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે દરમિયાન કાર્યક્રમમાં કુલ 9.22 કરોડના વિવિધ વિભાગોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહર્તો કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના ત્રણ વિભાગોના કુલ રૂ.7.30 કરોડના 148 કામના લોકાર્પણો તેમજ રૂ.1.93 કરોડના 67 કામોના ખાતમુહર્તની તકતીઓનું અનાવરણ સમારંભના અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યું હતું. સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ એમ ત્રણ વિભાગોના કુલ મળીને 215 કામોનો સમાવેશ સમારંભમાં કરવામાં આવ્યો હતો.

રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલે પોતાના વક્તવ્યમાં ડબલ એન્જીન સરકારની રફ્તારની વાત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાની વાત કહેતા તેમણે ઉમેર્યુ હતું કે આ જિલ્લાએ ઓછા ગાળામાં વિકાસ ખૂબ જોયો છે. છોટાઉદેપુર ખાતે આ તેમનો ત્રીજો પ્રવાસ હોવાનો ઉલ્લેખ કરી તેમને કહ્યુ હતું કે આ એક મહિનામાં વિવિધ કાર્યો મળીને કુલ 20 કરોડ જેટલી રકમના કામોનું લોકાર્પણ કરાયુ છે. વિશ્વવાસથી વિકાસ કાર્યકમ હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહર્ત આજના દિવસે સંપન્ન થયા હતા. ગાંધીનગરથી મુખ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિકાસયાત્રા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યુ હતુ.અંતમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેશ્રીએ આભારવિધિ કરી હતી.
સમારંભમાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવા, જ્યંતિ રાઠવા, કલેકટર સ્તુતિ ચારણ, અધિક કલેક્ટર આર કે ભગોરા તેમજ સમગ્ર જિલ્લાના તમામ 6 તાલુકાની વિશાળ સંખ્યામાં આવેલી જનમેદની વચ્ચે કાર્યક્રમ સંપન્ન થયો હતો.












Click it and Unblock the Notifications
