શીલજના ફાર્મ હાઉસમાંથી 91 હજારના દારુનો જથ્થો જપ્ત

Subscribe to Oneindia News

અમદાવાદના છેવાડાના વિસ્તાર એવા શીલજમાં આવેલા અરણ્ય ફાર્મ હાઉસમાંથી 91 હજારની કિંમતની 39 વિદેશી દારુની બોટલોનો જથ્થો જપ્ત કરાયો છે.

aranya farm

નોંધનીય છે કે વડોદરામાં પકડાયેલા હાઇપ્રોફાઇલ મહેફિલકાંડ બાદ રાજ્યની પોલિસ વધુ સતર્ક થઇ કાર્યવાહી કરી રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસના પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. આ ચેકિંગ દરમિયાન અમદાવાદના શીલજમાં આવેલા અરણ્ય ફાર્મ હાઉસમાંથી પોલિસને 91 હજાર રુપિયાની કિંમતની 39 વિદેશી દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ગ્રામ્ય એલસીબીએ ચોકીદારની ધરપકડ કરી છે. જ્યારે ફાર્મ હાઉસનો માલિક જયદીપ પટેલ પરમીટ ધરાવે છે પર6તુ દારુનો જથ્થો પરમીટ કરતા ઘણો વધારે છે. ફરાર થઇ ગયો છે જેની શોધખોળ ચાલુ છે.

English summary
91 thousand liquor seized from shilaj farm house, ahmedabad
Please Wait while comments are loading...