For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોટો ખુલાસો, બદલાઈ જ નહોંતી આ ખરાબ વસ્તુ!

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ ઘટનામાં મોટા ખુલાસા થયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મોરબી : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ ઘટનામાં મોટા ખુલાસા થયા છે.

ગુજરાતના સરકારી વકીલ હરસેન્દુ પંચાલે જે ખુલાસા કર્યા છે તે વિચારવા મજબુર કરે તેવા છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યુ કે, ઝૂલતા પુલના ખરાબ થયેલો કેબલ બદલાયો જ નહોતો. તેને માત્ર કલર કરી દેવાયો હતો.

Morbi hanging bridge disaster

એફએસએલ રિપોર્ટના હવાલાથી તેમણે જણાવ્યુ કે, કોન્ટ્રાક્ટરે કેબલ બદલ્યો જ નહોતો, ખરાબ કેબલને માત્ર કલર કર્યો હતો. કોન્ટ્રાક્ટરે માત્ર ફ્લોરિંગ બદલી હતી. સરકારી વકીલે બંધ કવરમાં ફોરેંસિક રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો.

એફએસએલ તપાસની વિગતો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેબલ બદલાયા ન હતા. આ કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીને નહીં પરંતુ કંપનીના મેનેજરને આપવામાં આવ્યો હતો. તેમણે અયોગ્ય મજૂરોને સમારકામ અને નવીનીકરણનું કામ સોંપ્યું. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી અને તપાસ ચાલી રહી હતી. એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મોરબી કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું કે હજુ બચાવ કામગીરી ચાલુ છે. પંજાબનો એક વ્યક્તિ ગુમ છે. તેના પરિવારને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. જ્યાં સુધી લાશ નહીં મળે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.

English summary
A big revelation in the Morbi hanging bridge disaster
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X