For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની પ્રેમિકાને મળવા બાઈક લઈને નીકળી પડ્યો યુવક, કચ્છ સીમા પર ભૂખ્યો તરસ્યો પકડાયો

ગુજરાતના કચ્છમાં પાકિસ્તાન પાસેની બૉર્ડર પર સીમા સુરક્ષા બળ(બીએસએફ)એ એક એવા ભારતીય યુવકને પકડ્યો જે ચોરીછૂપે પાકિસ્તાન જવાની કોશિશ કરી રહ્યો હતો.

|
Google Oneindia Gujarati News

કચ્છઃ ગુજરાતના કચ્છમાં પાકિસ્તાન પાસેની બૉર્ડર પર સીમા સુરક્ષા બળ(બીએસએફ)એ એક એવા ભારતીય યુવકને પકડ્યો જે ચોરીછૂપે પાકિસ્તાન જવાની કોશિશ કરી રહ્યો હતો. તેના પાકિસ્તાન જવા પાછળનુ કારણ હતુ - ફેસબુક પર થયેલો પ્રેમ. વાસ્તવમાં આ યુવક મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેને સોશિયલ સાઈટ પર જ એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. તેને મળવા માટે તે ઘરેથી બાઈક લઈને નીકળી પડ્યો.

પાકિસ્તાની યુવતીનો દિવાનો યુવક ચોરીછૂપે જઈ રહ્યો હતો

પાકિસ્તાની યુવતીનો દિવાનો યુવક ચોરીછૂપે જઈ રહ્યો હતો

ઘરેથી બાઈક લઈને નીકળેલો યુવક થોડા દિવસ બાદ કચ્છના રણ સુધી પહોંચી ગયો. જ્યાં અમુક લોકોએ તેને ભટકતો જોયો. ત્યારે સ્થાનિક પોલિસ તેમજ બીએસએફના જવાનોએ યુવકને શોધવાનુ શરૂ કરી દીધુ. પહેલા ધોળાવીરા ફોસિલ પાર્કમાં તેનુ બાઈક મળ્યુ. ત્યારબાદ ગુરુવારે મોડી રીતે ખાવડાના કાળા ડુંગરથી તે યુવક પણ પકડી લેવામાં આવ્યો.

બે દિવસથી કચ્છના રણમાં ભટકી રહ્યો હતો

બે દિવસથી કચ્છના રણમાં ભટકી રહ્યો હતો

પૂછપરછમાં યુવકે પોતાનુ નામ જીશાન સલીમ સિદ્દીકી જણાવ્યુ. તેણે કબુલ્યુ કે તે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેને તેની સાથે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બાઈક લઈને તેને મળવા જવા લાગ્યો. તે બે દિવસથી કચ્છના રણમાં ભટકી રહ્યો હતો ત્યારે તેના પર નજર પડી.

મહારાષ્ટ્રની કાવાસાકી બૉક્સર બાઈક હતી

મહારાષ્ટ્રની કાવાસાકી બૉક્સર બાઈક હતી

માહિતી મુજબ જ્યારે સુરક્ષા એજન્સીઓએ આ યુવક વિશે જાણવા મળ્યુ તો તે સતર્ક થઈ ગયા. કેસની તપાસ શરૂ કરી. પ્રથમ દ્રષ્ટિએ એવુ જ કહેવાઈ રહ્યુ છે કે જીશાન પોતાનો જીવ જોખમમાં મૂકીને પાકિસ્તાન જઈ રહ્યો હતો. અમુક લોકોને ધોળાવીરાના ફોસિલ પાર્કમાં મહારાષ્ટ્ર પાસિંગવાળી કાવાસાકી બૉક્સર પણ દેખાઈ હતી. તેનુ છેલ્લુ લોકેશન પણ ફોસિલ પાર્ક જ મળ્યુ. બાઈક મળ્યા બાદ સમાચાર મળ્યા કે તેને ખડીર પાસે જોવામાં આવ્યો છે જેના આધારે બીએસએફે શોધ શરૂ કરતા મોડી રાતે કાળા ડુંગર સ્થિત શેરગિલ ચોકી પાસે પકડાયો. ભચાઉ ડીવાયએસપી ઝાલાએ જણાવ્યુ કે તે લગભગ સવારે 10 વાગે ફોસિલથી રવાના થયો. તેની પાસે પીવાનુ પાણી પણ નહોતુ અને બાઈક ફસાઈ જવાના કારણે તે પગપાળા જ ભટકતો રહ્યો.

અમદાવાદઃ કોરોના વાયરસથી થતા મોતના આંકડાઓમાં સામે આવી તંત્રની પોલંપોલઅમદાવાદઃ કોરોના વાયરસથી થતા મોતના આંકડાઓમાં સામે આવી તંત્રની પોલંપોલ

English summary
A boy fall in love with pakistani girl, caught at kutch border by BSF, read his love story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X