ગુજરાતમાં દેશના તમામ રાજ્યોના કાયદા મંત્રી અને કાયદા સચિવોની કોન્ફરન્સ યોજાઇ, રાજેન્દ્ર ત્રિવેદી રહ્યાં હાજર
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય કોન્ફરન્સ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર-ટેન્ટસીટી નં-૨ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અન
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય કોન્ફરન્સ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર-ટેન્ટસીટી નં-૨ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

એકતા નગર ખાતેની બે દિવસીય નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર બાદ ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશના કાયદા મંત્રીશ્રીઓ અને કાયદા સચિવશ્રીઓની અગત્યની કોન્ફરન્સ ભારત સરકાર દ્વારા એકતાનગર ખાતે બોલાવવામાં આવી છે. જગ્યાની પસંદગી પણ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કરવામાં આવી છે. સરદાર સાહેબ પોતે પણ વકીલ હતા. આ તબક્કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે, 5Gના કારણે કોર્ટમાં ઈ-ફાઈલિંગ સરળતાથી થાય અને કેસોની સુનવણી પણ ઓનલાઈન થઈ શકે. ટેક્નોલોજીના માધ્યમથી ન્યાય પ્રણાલીને કેવી રીતે સરળ બનાવી શકાય અને લોકોને ઘર આંગણે ન્યાય મળે તે માટેનું વડાપ્રધાશ્રીએ જે સૂચન કર્યું છે તેનું મનોમંથન અહીં થવાનું છે.
ત્રિવેદીએ કહ્યું કે કાયદાને વધુ સરળ બનાવવા અને પેન્ડિંગ કેસોના નિકાલ કરવા માટેના પ્રયાસો પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે. જેમાં વાદી અને પ્રતિવાદી બંને જેને મિડિએટર તરીકે નિમણૂંક કરે અને એ જે નિર્ણય આપે તે બંને પક્ષોને બાધ્ય રહે. આ ઝડપી સૂનાવણી અદાલતની બહાર થાય, કારણ કે કોર્ટમાં અનેક પ્રક્રિયાઓ થતી હોય છે. જેથી ન્યાય પ્રક્રિયામાં સરળતા થાય. આપણો દેશ ખૂબ ઝડપથી વિકાસ સાધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાંથી લોકો અહીં આવી રહ્યાં છે. તેમને કનડતા કાયદાના પ્રશ્નોમાં વિલંબ ન થાય તો જ આ દેશની પ્રગતિ ખૂબજ આગળ વધી શકે તે માટેના સમાધાનની પ્રક્રિયાના ભાગરૂપે આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
મને એ વાતનું ગૌરવ છે કે, ગુજરાત સરકારે ઝડપી ન્યાયપ્રક્રિયા બાબતે દેશમાં સૌ પ્રથમ પહેલ કરી છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાયદા વિભાગે "સમજાવટનું સરનામું" અને "ફેમિલિ ફર્સ્ટ"ની વિચારણા કરી છે. કુટુંબના પ્રશ્નો કોર્ટમાં ગયા વગર સરળતાથી કેવી રીતે હલ કરી શકાય તે માટે ગુજરાત સરકારે દરેક જિલ્લા- તાલુકામાં કમિટિ બનાવાવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં વકીલો, બહેનો, સમાજના અગ્રણીઓ સભ્યો હશે. આ કમિટિ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં કામ કરશે. તાલુકા મથકોએ મામલતદારની આગેવાનીમાં આ કમિટિ કામ કરશે. સમાજના પ્રશ્નો અદાલતમાં ગયા વગર કેવી રીતે સરળતાથી નિવારી શકાય તે માટેના પ્રયત્નો આ માધ્યમ થકી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
