Video : દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં કપલનો રોમાન્સ, કિસ કરતો વીડિયો વાયરલ
કેટલાક લોકો સ્થળ અને સ્થિતીની પરવા કર્યા વગર પોતાની ઈચ્છાઓ પુરી કરતા હોય છે. હવે આવા જ એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
તમે જોયુ હશે કે ઘણા આશિકો જાહેર જગ્યાઓ પર પણ રોમાન્સ અને કિસિંગનો કોઈ મોકો નથી છોડતા. ત્યારે આવા જ એક કપલે દર્દી માટેની એમ્બ્યુલન્સને પણ ન થોડી અને રોમાન્સ કરવા લાગ્યુ.

હાલ સોશિયલ મીડિયા પર એમ્બ્યુલન્સમાં કિસ કરતા એક કપલનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક દર્દી સાથે રસ્તા પર જઈ રહેલી એમ્બ્યુલન્સનો વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો અને છોકરી રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે અને બન્ને તકનો લાભ ઉઠાવીને કિસ કરી રહ્યા છે.
વાયરલ વીડિયો સુરતનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં એમ્બ્યુલન્સ નંબર GJ 05 BZ 9328 દેખાઈ રહી છે. એક યુવક અને યુવતી એકબીજાને કિસ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા એક રાહદારીએ કેમેરામાં કેદ કરી લીધા અને વીડિયો વાયરલ કરી દીધો.
એમ્બ્યુલન્સમાં પ્રેમલીલા
— Jay Acharya ( VTV NEWS ) (@AcharyaJay22_17) November 10, 2023
સુરતમાં GJ 05 BZ 9328 નંબર વાળી એમ્બ્યુલન્સમાં યુવક - યુવતીની પ્રેમલીલા નો વીડિયો થયો વાયરલ
અત્યાર સુધી એમ્બ્યુલન્સ દર્દી માટે ઉપયોગ બનતી હતી પરંતુ હવે પ્રેમલીલા માટે ઉપયોગી બને છે#Surat #Ambulance #ViralVideo #LoveStory@MySuratMySMC pic.twitter.com/Iwunbm5kgp
એમ્બ્યુલન્સમાં થઈ રહેલો રોમાન્સ જોઈને સોશિયલ મીડિયા પર લોકો ખરી ખોટી સંભળાવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એમ્બ્યુલન્સ દર્દીને લઈને જઈ રહી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સુરતના અડાલજ બ્રિજ પરની છે. જો કે હજુ સુધી એમ્બ્યુલન્સ અંગે વધુ માહિતી મળી નથી.












Click it and Unblock the Notifications
