For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

51 શક્તિપીઠમાંના એક અંબાજીમાં પોતાની ઓળખ ગુપ્ત રાખીને ભક્તે ચડાવ્યુ સવા કિલો સોનુ

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી મંદિર માટે એક ભક્તે સવા કિલો સોનુ દાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠાઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી મંદિર માટે એક ભક્તે સવા કિલો સોનુ દાન કર્યુ. તે ભક્ત રાજકોટનો હતો પરંતુ તેણે પોતાની ઓળખ ગુપ્ત રાખી. તેનાથી દાનમાં મળેલા સોનાને હવે મંદિરના સ્વર્ણ શિખરમાં ચપકાવામાં આવી શકે છે. અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાંનુ એક છે.

સ્વર્ણશિખર માટે 223 કિલો સોનુ જોઈએ

સ્વર્ણશિખર માટે 223 કિલો સોનુ જોઈએ

ઉલ્લેખનીય છે કે મંદિરના પદાધિકારીઓ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે નવા શિખર પર સ્વર્ણ આવરણ ચડાવવા માટે 223 કિલોગ્રામ સોનુ જોઈએ. મંદિર પાસે 13 કિલો 612 ગ્રામ સોનુ છે. એવામાં બાકી સોનુ માટે ભક્તો તેમજ અમુક સંસ્થાઓથી સ્વર્ણદાનની આશા છે. આ બધુ એટલા માટે કારણકે આ મંદિરને સ્વર્ણમય બનાવવાની યોજના ચાલી રહી છે.

68.20 લાખનુ સોનુ છેવટે આપ્યુ કોણે?

68.20 લાખનુ સોનુ છેવટે આપ્યુ કોણે?

જે ભક્તે સવા કિલોગ્રામ સોનુ ગયા શુક્રવારના દિવસે અંબાજી શક્તિપીઠમાં અર્પિત કર્યુ તેની કિંમત 68.20 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ ભક્તે પોતાની મનોકામના પૂરી થવા પર સ્વર્ણદાન કર્યુ. મંદિરના સ્વર્ણ શિખર માટે આ સોનુ દાન કર્યુ.

25 લાખથી વધુ તીર્થયાત્રી આવતા હતા અંબાજી

25 લાખથી વધુ તીર્થયાત્રી આવતા હતા અંબાજી

તમને જણાવી દઈએ કે અંબાજીનુ દેવસ્થાન દેશના 51 શક્તિપીઠમાંના એક છે. અહીં મંદિર પરિસરમાં અંબાજી માતાની પ્રતિમાના દર્શન માટે જાય છે. વર્ષમાં લાગતા મેળા દરમિયાન અહીં 25 લાખથી વધુ તીર્થયાત્રી આવતા હતા. પરિસરની દેખરેખ ગુજરાત તીર્થ વિકાસ બોર્ડ દ્વારા પણ કરવામાં આવે છે. એલઈડી સ્ક્રનને ચાચર ચોકમાં પ્રદર્શિત કરવામાં આવે છે જેથી યાત્રીગણ બહારથી પણ માતાના દર્શન કરી શકે.

ગુજરાતમાં 5 લાખ મહિલાઓએ કર્યુ હેન્ડવૉશ, કેમ મનાવ્યો આ ઉત્સવગુજરાતમાં 5 લાખ મહિલાઓએ કર્યુ હેન્ડવૉશ, કેમ મનાવ્યો આ ઉત્સવ

English summary
A Devotees donate 1.25 Kg Gold in Ambaji Shaktipeeth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X