શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની સંધ્યાએ દિવાળી જેવી ઉજવણી
Shri Ram Mandir pran pratishtha: ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે.
જેમાં ગુજરાતીઓએ વડાપ્રધાન મોદીની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. જેમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.
રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
