અજંતા ક્લોક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં લાગી આગ
મોરબી હાઇવે પર રવિવારની વહેલી સવારે ઘડિયાળ ઉત્પાદક અજંતા ઓરેવા જૂથની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં મોટી આગ લાગી હતી. રાજકોટ અને મોરબી ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
મોરબી હાઇવે પર રવિવારની વહેલી સવારે ઘડિયાળ ઉત્પાદક અજંતા ઓરેવા જૂથની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં મોટી આગ લાગી હતી. રાજકોટ અને મોરબી ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ સતત આઠ કલાકના પ્રયત્નો બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આ આગ દુર્ઘટનામાં હજૂ સુધી કોઈ જાનહાની નોંધાઇ નથી.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કંપનીના મોલ્ડિંગ અને પેઇન્ટ વિભાગમાં સવારે 4 કલાકે આગ લાગી હતી. આ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગે આખી બિલ્ડિંગને થોડી જ મિનિટ્સમાં ઘેરી લીધી હતી અને દૂરથી ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો. આગને કાબૂમાં લેવામાં પાંચ ફાઇટર્સ રોકાયેલા છે.

રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યું હતું કે, સવારે અજંતા ગ્રુપના બિલ્ડિંગમાં આગ લાગી હતી. અમે ત્યાં મદદ માટે બે અગ્નિશામકો અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અમારી ટીમ મોકલી છે. આગ પેઇન્ટ વિભાગમાં લાગી છે, જેમાં પેટ્રોલિયમ છે અને તેના કારણે આગ પર કાબૂ મેળવવામાં વધુ સમય લાગી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાચો માલ અને મશીનરી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ છે. અજંતા ઓરેવા જૂથ ઓરેવા બ્રાન્ડ નામ સાથે દિવાલ ઘડિયાળો બનાવે છે.












Click it and Unblock the Notifications
