For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ 3050 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા, મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ ઉદ્દઘાટન

રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાતના પ્રવાસે દર મહિના આવી રહ્યા છે. આજે શુક્રવારે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં જનસભાને સંબોધન કરીને કહ્યું હ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાતના પ્રવાસે દર મહિના આવી રહ્યા છે. આજે શુક્રવારે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં જનસભાને સંબોધન કરીને કહ્યું હતુ કે, ગરીબ મધ્ય વર્ગના આરોગ્યની યોજનાને લીધે 7 હજાર કરોડ રૂપિયાની બચત થઇ શકી છે. 20 વર્ષણાં આરોગ્યમાં શહેરથી લઇને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રકારની કામો થયા છે. શહેરોમાં 600 જેટલા દિનદયાળ ઔષધાલયો બન્યા છે.

NARENDRA Modi

ભારત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં પણ કિડનીના ડાયલીસી કેન્દ્રો ઉભા કર્યા છે. સરકરાનો પ્રયાસ ગરીબોને પ્રાથમિક સુવિધા આપવાનો છે. નીતિ આયોગના રિપોર્ટ મૂજબ ગુજરાત આરોગ્ય ક્ષેત્રમાં પ્રથમ નંબરે છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, તમારો પ્રેમ વધી રહ્યો છે. આ વિકાસની ગૌરવશાળી પરંપરાને સરકાર ઈમાનદારીથી આગળ વધારી રહી છે. 3000 કરોડના પ્રોજેક્ટનુ ભૂમિકરણ કરવાનો મને અવસર મળ્યો છે. આ તમામ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનુ જીવન સરળ બનાવશે. આ વિકાસ યોજના માટે તમને અભિનંદન.

મોદીએ આદિવાસીઓ સાથે વિતાવેલા સમયને યાદ કરતા જણાવ્યું હતુ કે, જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતુ. બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવીએ, તો અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. તમારા આર્શીવાદ એ મારી શક્તિ છે.

આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. તેના કરતા વધુ તેમની પાસેથી હુ શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન... અહી આદિવાસીઓ એકલાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવન રચના છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે.

તેમણે કહ્યુ કે, આઝાદી બાદ જે સરકાર બની તેમણે વિકાસને પ્રાથમિકતા ન બનાવી. જે ક્ષેત્ર અને વર્ગમાં જરૂર હતી, ત્યા તેઓએ વિકાસ કર્યો જ નહિ. કારણ કે તે કામ કરવા માટે મહેનતની જરૂર પડે છે. ગામ રોડની સુવિધાથી વંચિત હતા. હવે તેઓને વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન મળ્યા, તેમાં મોટાભાગે આદિવાસી પરિવારો હતા. આઝાદી બાદ સૌથી વધુ ગરીબ આદિવાસી ભાઈબહેન હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રીના સાનિધ્યમાં જન સેવા પ્રભુ સેવાનો અવસર મળ્યો છે.અનિલભાઈએ 2 વર્ષની પૌત્રીને કેન્સર માં.ગુણાવી એના દુઃખને હજારો લોકોના આરોગ્ય માટે લાભકારી નિવડશે. દક્ષિણ ગુજરાતમાં બે દાયકામાં આરોગ્ય અને હોસ્પિટલોનો વ્યાપ વધ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું અને વિકાસનું પર્યાય બન્યું નિરાલીથી નિરામય બનશે.

વડાપ્રધાન મોદીના હસ્તે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના સહિત પાણી પુરવઠા યોજનાના રૂ. રર૫૯.૮૨ કરોડના કામોનાલોકાર્પણ-ખાતમૂહૂર્ત-ભૂમિપૂજન તેમજ નવસારી ખાતે રૂ. ૫૪૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ખાતમૂહર્તની ભેટ સહિત માર્ગ-મકાન વિભાગ, ઊર્જા વિભાગ અને શહેરી વિકાસ વિભાગના જનહિત વિકાસ કામોની પણ ભેટ પણ ગુજરાતને મળી છે.

ગુજરાતનું ગૌરવ પાછલા બે દશકમાં સૌના સાથ, સૌના વિકાસના પરિણામે ઉભી થયેલી નવી આકાંક્ષા-અપેક્ષાઓથી વધ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગુજરાત સરકાર ઇમાનદારીથી આગળ વધારી રહી છે તે માટે વડાપ્રધાનએ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા

English summary
A glimpse of Modi's Gujarat tour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X