ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે યોજ્યો સુરેન્દ્રનગરમાં ભવ્ય રોડ શૉ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજથી સુરેન્દ્રનગરના બે દિવસીય પ્રવાસે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભવ્ય સ્વાગત સાથે અનેક કાર્યક્રમોનું શુભારંભ કરવામાં આવ્યું હતું.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજથી સુરેન્દ્રનગરના બે દિવસીય પ્રવાસે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભવ્ય સ્વાગત સાથે અનેક કાર્યક્રમોનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ સાથે સુરેન્દ્રનગર શહેરમાં સી આર પાટીલનું ભવ્ય સ્વાગત ભાજપના યુવા કાર્યકરોએ અભિવાદન સમારંભ સાથે આવકારવામાં આવ્યા હતા.

patil

સુરેન્દ્રનગરના બે દિવસના પ્રવાસ દરમિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમોમાં બાઇક રેલી તથા રોડ શો કરશે. આ સાથે ઉપાસના સર્કલથી એમ. પી. શાહ આર્ટ્સ સાયન્સ કોલેજ, સાંજે 6 કલાકે, પેજ સમિતિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સાંજે 6:45 કલાકે, સંગઠનના હોદ્દેદારો તેમજ જે બાદ પ્રેસિડેન્ટ હોટલ ખાતે રાત્રે 08:30 કલાકે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પાટીલ બેઠક કરી હતી.

ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવશે

જે બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા 23 જૂન એટલે કે ગુરૂવારના રોજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવામાં આવશે. આ સાથે સર્કિટ હાઉસ, રાજકોટ રોડ પર સવારે 09:00 કલાકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સંતો-મહંતો, સાહિત્યકારો, કલાકારો તેમજ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવશે.

પંડિત દીનદયાળ હોલ ખાતે ઓમકાર વિદ્યાલયની બાજુમાં બેઠક કરશે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા શ્રી સી. યુ. શાહ મેડિકલ હોલ, GIDC, સવારે 10:00 કલાકે, દિવ્યાંગ, ગંગાસ્વ. બહેનો, વિવિધ યોજનાના લાભાર્થીઓ તથા શ્રમિકો સાથે બેઠક કરવામાં આવશે. પરિવાર ક્ષેત્રના આગેવાનો સાથે પંડિત દીનદયાળ હોલ, ઓમકાર વિદ્યાલયની બાજુમાં, સવારે 11:15 કલાકે સી આર પાટીલ બેઠક કરશે. શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ સાથે પ્રેસિડેન્ટ હોટલ બપોરે 12:30 કલાકે બેઠક કરશે. બપોરે 2 કલાકે તથા સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સ્વૈચ્છિક સંગઠનનોના પ્રતિનિધિઓ સાથે પંડિત દીનદયાળ હોલ ખાતે ઓમકાર વિદ્યાલયની બાજુમાં બેઠક કરશે.

સરપંચ સંવાદ કાર્યક્રમમાં આનંદ ભવન, બસ સ્ટેન્ડ રોડ, બપોરે 3 કલાકે ઉપસ્થિત રહેશે

સરપંચ સંવાદ કાર્યક્રમમાં આનંદ ભવન, બસ સ્ટેન્ડ રોડ, બપોરે 3 કલાકે ઉપસ્થિત રહેશે. ડૉક્ટર, સીએ, વકીલો, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા બિલ્ડરો સાથે સી. યુ. શાહ મેડિકલ હોલ, જીઆઇડસી ખાતે સાંજે 4 કલાકે બેઠક કરશે. જોરાવરનગર શિવલાલ આણંદજી માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધોની જાત્રા બસને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રસ્થાન કરાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X