For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATSનું મોટું ઓપરેશન, કરોડોના ડ્રગ્સ સાથે 3 આરોપીને ઝડપી લીધા

રાજ્યમાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે રાજ્યમાં મોરબીના ઝીંઝુડા ગામમાં ATSએ રેડ કરી હતી. જેમાં 3 આરોપીઓની કોરોડોના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. હાલ ATSએ સમગ્ર રાજ્યમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે રાજ્યમાં મોરબીના ઝીંઝુડા ગામમાં ATSએ રેડ કરી હતી. જેમાં 3 આરોપીઓની કોરોડોના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. હાલ ATSએ સમગ્ર રાજ્યમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 120 કિલો ડ્રગ્સ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે, આ ડ્રગ્સની કિંમત આંતરાષ્ટ્રીય બજારમાં 600 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

drugs

નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામે સ્થાનિક પોલીસને સાથે રાખીને ATS દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શમસુદ્દીન, ગુલામ હુસૈન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની નામના 3 આરોપીઓની ધરપકડ કરાઇ છે. ગુલામ હુસૈન ભગાડ જામનગરના સલાયા ગામનો વતની છે, જ્યારે મુખ્તાર હુસેન જામનગર જીલ્લાના જોડીયા ગામનો રહેવાસી છે.

ઉલ્લેખીય છે કે, આ અગાઉ પણ સુરત અને દ્વારકામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. આ પહેલા કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનો 2988 કિલો હેરાઇનનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ આંકડા જોતા લાગી રહ્યું છે કે, ગુજરાત ડ્રગ્સના કારોબાર માટેનું હબ બની ગયું છે.

  • 24 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં 25 લાખનું ડ્રગ્સ ઝડપાયુ હતું
  • 23 ઓક્ટોબરના રોજ વડોદરામાંથી ગાંજો અને MD ડ્રગ્સ ઝડપાયું હતું
  • 22 ઓક્ટોબરના રોજ રાજકોટમાં ક્રિકેટર ડ્રગ્સ સાથે ઝડપાયો હતો
  • 12 ઓક્ટોબરના રોજ ડિસામાંથી 15 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું
  • 26 સપ્ટેમ્બરના રોજ સુરતથી 1 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો
  • 25 સપ્ટેમ્બરના રોજ સુરતથી 19.62 લાખનો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો
  • 20 સપ્ટેમ્બરના રોજ પોરબંદર ડ્રગ્સ સાથે 7 ઇરાની નાગરિકો ઝડપાયા હતા.
  • 4 ઓગસ્ટના રોજ વલસાડમાંથી MD ડ્રગ્સ બનાવતી કંપની પર રેડ કરીને કાર્યવાહી કરાઇ હતી.

રાજ્યમાં જૂનથી ઓક્ટોબર સુધી 21 ડ્રગ્સના કેસ નોંધાયા છે. આ કેસોમાં પોલીસ અને NCB દ્વારા 6.6 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં રેલ્વે, માર્ગ, જળમાર્ગ અને હવાઇ માર્ગે ડ્રગ્સની હેરાફેરીમાં અત્યાર સુધીમાં કુલ 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2020માં ડ્રગ્સના 308 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 117 કેસ વ્યક્તિગત વપરાશના છે. વર્ષ 2019માં NDPSના 289 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 112 ખાનગી વપરાશ માટેના છે. વર્ષ 2018માં 150 કેસ નોંધાયા હતા, જેમાંથી 60 કેસ અંગત ઉપયોગ માટેના હતા.

English summary
A major ATS operation nabbed three accused with crores of drugs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X