ભાજપની સંકલ સિમિતમાં વિધાનસભાના સંભવિત ઉમેદવારોના 3 નામોની યાદી તૈયાર કરવામાં આવશે
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થવાની છે ત્યારે ભાજપ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓની સંકલ સંમિતિની બેઠક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે મળશે. આ બેઠકમાં 27 થી 29 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવેલી સ
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થવાની છે ત્યારે ભાજપ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓની સંકલ સંમિતિની બેઠક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે મળશે. આ બેઠકમાં 27 થી 29 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોધાવી છ. તેના પર ચર્ચા કરવામાં આવશે.

ભાજપ દ્વારા દિવાળીના તહેવાર બાદ સેન્સ વિધાનસભાના ચૂંટણીના ઉમેદારોના નામોની યાદી તૈયાર કરવા માટે સન્સ પ્રક્રીય હાથ ધરવામાં આવી હતી. 33 જિલ્લા અને 8 મહાનગરોમાં નિરિક્ષકો દ્વારા ભાજપના કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી હતી. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડીયા બેઠક પર મુખ્યમંત્રી સિવાય બીજા કોઇ જ કાર્યકર્તાએ ઉમેદવારી નોધાવી નથી. જ્યારે તે સિવાયની 181 બેઠકો માટે 4340 હજરા કરતા વધરે મુરતિયાઓ ઘોડી ચડવા તૈયાર થયા છે. જેમા સૌથી વધારે 1490 ઉત્તર ગુજરાતમાથી જ્યારે સૌરાષ્ટ્રમાથી 1163 બાયોડેટા મેળ્યા છે. મધ્ય ગુજરાતમાથી 962 જ્યારે સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાથી મળ્યા છે. ગુજરાત વિધાનસભાની 2022 નૂી ચૂંટણીં 2017 ની ચૂંટણીની સરખામણીમાં 1100 બાયોડેટા વધારે મળ્યા છે.
સંકલ સમિતિમાં પસંદ કરવામાં આવેલા 5 નામોની યાદીને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલવામાં આવશે. આ યાદીમાથી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા 3 નામોની પસંદ કરીને રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મોકલવામાં આવેશે.
ગુજરાત વિધાનસભાની ચૂટણીને પગેલ ભાજપના ચાણક્ય અમિત શાહ ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા છે. અમિત શાહ પણ સંકલ સંમિતિની બેઠકમાં હાજર રહેશે. જ્યારે જે નામો આવ્યા છે. તેના પર ચર્ચા કરવમાં આવશે.












Click it and Unblock the Notifications
