હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી માટે પાલનપુર નગરપાલિકામાં બેઠક યોજાઈ!

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. દેશભરમાં આ કાર્યક્રમ યોજવા માટે ખુબ તૈયારીઓ ચાલી રહી છે.

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. દેશભરમાં આ કાર્યક્રમ યોજવા માટે ખુબ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે, આ કાર્યક્રમની તૈયારી કરવા પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર નગરપાલિકા હોલ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવા બાબતે બેઠક મળી હતી. નગરપાલિકા કચેરીના મીટીંગ હોલમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલ રાવલના અધ્યક્ષસ્થાને મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Palanpur Municipality

આ કાર્યક્રમની ઉજવણી બાબતે ચીફ ઓફિસરે વિસ્તૃતમાં જાણકારી આપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ દુકાનો, વેપારી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, શહેરી મહોલ્લાના તમામ મકાનો, ફ્લેટો, બિલ્ડીંગો ઉપર 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવા સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યો તથા પાલનપુર શહેરના વિવિધ વેપારી એસોશિયેશનના હોદ્દેદારો તથા સામાજીક સંગઠનો, વિવિધ ક્લબોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના આ કાર્યક્રમમાં આદર અને ઉત્સાહ સાથે સામેલ થવા બાબતે સહકાર આપવા નગરજનોને અપીલ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X