રાજ્ય બહારથી કચ્છમાં દારૂની ઘૂસણખોરી કરાવતા શખ્સો સહિત રૂપિયા 57 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

કચ્છમાં રાજય બહારથી ગેરકાયદે રીતે અંગ્રેજી પ્રકારનો હરિયાણા અને રાજસ્થાન બનાવટનો શરાબ વ્યાપક માત્રામાં ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની ફરિયાદોને સમર્થન આપતી એક ઘટનામાં કચ્છની ભાગોળે પાટણ જિલ્લામાં વારાહી નજીકથી કચ્છ ભણી ટ્રેઇલરમાં લઇ અવાતો 57.41 લાખનો દારૂ પકડી પડાયો હતો. કચ્છ સહિત ચાર જિલ્લાને સાંકળતી પોલીસની સરહદ રેન્જના રેપિડ રિસ્પોન્સ સેલની ટુકડીએ બાતમીના આધારે આ કાર્યવાહી કરીને ટ્રેઇલરના રાજસ્થાની ચાલકની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં કુલ્લ 72.54 લાખની માલમતા કબજે કરાઇ હતી. આ પ્રકરણમાં 57.41 લાખની કિંમતની શરાબની 1196 પેટી અર્થાત 14352 બાટલી કબજે કરવામાં આવી હતી.

kutch

આ જથ્થા સાથે ધરપકડ કરાયેલા ટ્રેઇલરના ચાલક રાજસ્થાનના બાડમેર તાબેના ચોહટનના તરાત્રા સાવલાસર ગામના જલારામ નરસીંગારામ ફેશરારામ સારણે પ્રાથમિક પૂછતાછમાં પોલીસ સમક્ષ એવી વિગતો આપી છે કે આર.જે.-04- જી.એ.- 9623 નંબરના આ ટ્રેઇલરમાં હરિયાણા ખાતેથી રાજસ્થાનના વતની 'રાજગઢના રામાસિંગ રાજપૂત નામના શખ્સે શરાબનો જથ્થો ભરાવ્યો હતો. ટ્રેઇલર ભચાઉ ખાતે પહોંચે ત્યારે ચાલકને મોબાઇલ ફોન ઉપર ફોન આવવાનો હતો અને તેના આધારે 'માલની ડિલિવરી કરવાની હતી. પણ આ પહેલાં જથ્થો પોલીસની ઝપટે ચડી ગયો હતો. 'સત્તાવાર સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે ટ્રેઇલર મારફતે રાજ્ય બહારથી 'શરાબનો મોટો જથ્થો કચ્છ ભણી લવાઇ રહ્યો હોવાની પોલીસની સરહદ રેન્જના આર.આર. સેલને બાતમી મળી હતી. જેના આધારે વારાહી નજીક આશોપાલવ હોટલ પાસે નાકાબંધી કરાતાં અડધા કરોડથી વધુનો શરાબ ભરેલું ટ્રેઇલર ઝડપાયું હતું. 'પકડાયેલા ચાલક પાસેથી રોકડા રૂા. 13 હજાર, એક મોબાઇલ ફોન તથા ટ્રેઇલર મળી કુલ્લ '7454800 રૂપિયાના મૂલ્યની માલમતા કબજે કરાઇ હતી. કબજે કરાયેલા મોબાઇલ ફોનના આધારે માલની ડિલિવરી લેનારા તથા અન્ય સંબંધિતો વિશેની કડીઓ હસ્તગત કરવાનો વ્યાયામ પોલીસે હાથ ધર્યો છે. કેસની આગળની તપાસ વારાહી પોલીસના હવાલે કરવામાં આવી છે.

સરહદ રેન્જના વડા પોલીસ મહાનિરિક્ષક પીયૂષ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આર.આર. સેલના ફોજદાર એ.એસ. રબારી સાથે સ્ટાફના સંતોષાસિંહ ચૌહાણ, ખુમાજી રામાજી, કિરિટાસિંહ બળવંતાસિંહ, નરેન્દ્રાસિંહ રાજેન્દ્રાસિંહ જાડેજા, દિનેશભાઇ ભટ્ટી, પ્રવીણભાઇ, મજીદભાઇ સમા વગેરે દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતુંકે કચ્છમાં સરહદી વિસ્તારને કારણે આ પ્રકારની ઘૂસણખોરીની સમસ્યા વ્યાપક બને તે પહેલા જ તેને નાથવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

English summary
A Men arrested with 57 lakh rupees daaru in Kutch

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.