Bhavnagar: 232 કરોડના ખર્ચે નવી જિલ્લાકક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરાશે
Bhavnagar: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે રૂપિયા 232 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ માટે રૂપિયા 97.50 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે.
વિધાનસભા ખાતે પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકે સર-ટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી સગવડો સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે.

આ સાથે ભાવનગર જિલ્લામાં બે પેટા જિલ્લા હોસ્પિટલ, 13 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. પાલીતાણા ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં 424 પથારીની સંખ્યા ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
