Chandrayaan-3ની ડિઝાઈન બનાવવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદી ચિટર હોવા અંગે ઉઠ્યા સવાલ

Chandrayaan-3: ભારતે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3નુ ચંદ્ર પર સફળતાપૂર્વક લેંડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કર્યા બાદ એક સમાચાર વાયરલ થયા કે ચંદ્રયાન 3ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી છે.

સુરતના આ વ્યક્તિએ દાવો કર્યો કે તેણે જ આ ડિઝાઈન બનાવી છે. જો કે મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે નહિ તે અંગે હાલમાં સવાલો ઉઠી રહ્યા છે. ઈસરો સાથે તે જોડાયાના કોઈ પુરાવા કે માહિતી ન હોઈ હવે મિતુલ ત્રિવેદી ફ્રોડ છે કે કેમ એ પ્રશ્ન ઉભો થયો છે.

mitul trivedi

ઈસરોના સૂત્રો કહે છે કે મિતુલ નામનો કોઈ વ્યક્તિ અમારી સાથે સંકળાયેલો નથી. તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટે ચંદ્રયાનના સફળ લેંડિંગ બાદ સુરતનો મિતુલ ત્રિવેદી આખો દિવસ ચર્ચામાં રહ્યો હતો કારણકે તેણે દાવો કર્યો હતો કે તેણે જ ચંદ્રયાન 3ની ડિઝાઈન બનાવી છે. મિતુલ ત્રિવેદી અને તેમના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેથી દરેકને એવુ લાગ્યુ કે તેણે જ ચંદ્રયાન 3ની ડિઝાઈન બનાવી છે.

મિતુલ ત્રિવેદીએ આખો દિવસ ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે તે 2011થી ઈસરોમાં અને 2013થી નાસામાં કામ કરે છે. અગાઉ ચંદ્રયાન 2 અને મંગળ મિશનમાં પણ જોડાયો હતો. આ વખતે ચંદ્રયાન 3 મિશનના વિક્રમ લેન્ડરની ડિઝાઈન તૈયાર કરવામાં તેણે યોગદાન આપ્યુ છે. જો કે, ઈસરોમાં કામ કર્યુ હોવાના પુરાવા કે માહિતી ન આપતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સંદેશના અહેવાલ મુજબ ઈસરોના સૂત્રોએ જણાવ્યુ છે કે સુરતમાંથી મિતુલ ત્રિવેદી નામની કોઈ વ્યક્તિ ઈસરો સાથે સંકળાયેલી નથી. ગુરુવારે ચર્ચા થયા બાદ ઈસરોની આખી ડિરેક્ટરી ચકાસી હતી પરંતુ આવી કોઈ વ્યક્ત મળી નહોતી. વળી, સુરત એસવીએનઆઈટીમાંથી અગાઉ ઈસરો સાથે કામ કરનાર એક અધ્યાપકે જણાવ્યુ હતુ કે ઈસરો દરેક બાબત ગોપનીય રાખે છે. આ રીતે કોઈ વ્યક્તિ જાહેરમાં ઈસરોમાં કામ કરુ છુ એવુ બોલી જ ના શકે, તેમાં શંકા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X