For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદારોને પ્રેરિત કરવા ચૂંટણી પંચનું દ્વારા સંકલ્પ પત્ર, નૈતિક મતદાન માટે પ્રતિજ્ઞા અને સુવિધાઓની જાણકારી!

ગુજરાત રાજ્ય એ શાળાના વિદ્યાર્થીઓ કે જે ભાવિ મતદારો પણ છે, તેઓને સાંકળી મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે “સંકલ્પ પત્ર” નો વિચાર રજૂ કરવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત રાજ્ય એ શાળાના વિદ્યાર્થીઓ કે જે ભાવિ મતદારો પણ છે, તેઓને સાંકળી મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે "સંકલ્પ પત્ર" નો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. સંકલ્પ પત્ર વિશાળ વર્ગના મતદારો/પરિવારો સુધી પહોંચવામાં ઉપયોગી છે.

resolution letter

સંકલ્પ પત્રને બે ભાગમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં એક ભાગમાં નૈતિક મતદાન માટેની પ્રતિજ્ઞા અને બીજા ભાગમાં ઓનલાઇન સુવિધાઓ, મતદાન મથકની સુવિધાઓ વગેરે જેવી મતદારલક્ષી વિવિધ જાણકારી આપતી વિગતો હોય છે. બીજા ભાગમાં વાલી નૈતિક મતદાન કરવાનો સંકલ્પ કરી એ પરત કરે છે.

આ સંકલ્પ પત્ર સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા છે અને વાલીની સહી કરેલી નકલો એક ટોકન તરીકે પાછી એકત્રિત કરવામાં આવે છે. આ રીતે એક કરોડ જેટલા નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવાનું લક્ષ્ય છે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ રાજ્યના મતદાતાઓને અપીલ કરતાં કહ્યું હતું કે, આપણા ઘર આંગણે ગૌરવવંતી લોકશાહીને ઉજાગર કરવાનો અવસર આવી ગયો છે. તા. 01 લી ડિસેમ્બર અને તા. 05 મી ડિસેમ્બર પૈકી આપને લાગુ પડતી તારીખે અચૂક મતદાન કરી આપના નાગરિક ધર્મનું પાલન કરવા હું તમામ મતદારોને આગ્રહપૂર્વકની વિનંતી કરું છું.

English summary
A resolution letter was presented to motivate the voters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X