ભારત-ઓસ્ટ્રેલિયા શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમ યોજાયો, ગિફ્ટ સિટી ખાતે પ્રથમ ફોરેન યુનિવર્સિટી ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત આજે દેશનું રોલ મોડેલ બન્યું છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાનું મિશન પણ ગુજરાત સરકારે કાર્યાન્વિત કર્યું છે.

અમદાવાદ : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં ડીકન યુનિવર્સિટીને ગુજરાતમાં આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત આજે દેશનું રોલ મોડેલ બન્યું છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાનું મિશન પણ ગુજરાત સરકારે કાર્યાન્વિત કર્યું છે. સાથે સાથે એજ્યુકેશન પોલીસી અંતર્ગત ભારતની શિક્ષણ નીતિનું આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવાની પહેલ પણ તેમના જ માર્ગદર્શનમાં કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આગળ જણાવ્યુ કે, ભારતમાં ફોરેન યુનિવર્સિટી સ્થાપવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોઈન્ટ/ડ્યુઅલ/ડિગ્રી ડ્રાફ્ટ રેગ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પરિપ્રેક્ષ્યમાં ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં તેનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરી રહ્યું છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે. ડીકન યુનિવર્સિટીનો ભારતમાં, ભારત સાથે અને ભારત માટેનો અભિગમ આવકાર્ય છે. ભારત અને ડીકન યુનિવર્સિટી વચ્ચે લગભગ છેલ્લા ત્રણ દશકથી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ છે.
ગિફ્ટ સિટી એ વિશ્વ માટે ભારતનું પ્રથમ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનોલોજી ગેટ-વે હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઈન્શ્યોરન્સ અને ફાઇનાન્શિયલ માર્કેટમાં અંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વૈશ્વિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. જે ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં પોતાની બ્રાંચ કેમ્પસ ખોલવા માંગતી હોય તેમને તમામ સહયોગ આપવા ગુજરાત તત્પર છે.












Click it and Unblock the Notifications
