ભારતના વિકાસમાં ચાર 'I' મહત્વના: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ
ગાંધીનગર ખાતે જી20 સમિટના ભાગ રૂપે બી20 સમિટના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારત જી20 સમિટનુ પ્રમુખ પદ સંભાળી રહ્યો છે જેના ભાગ રૂપે દેશના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 પ્રેસિડેન્સી સત્તાવાર રીતે તા.1 ડિસેમ્બર, 2022થી શરૂ થઈ છે. ગુજરાત પણ શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન કરીને તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાતમાં યોજાનારી 15 ઈવેન્ટ્સની યાદીમાં પ્રથમ- બિઝનેસ 20 (B20) ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ હતી.

B20 ઇન્સેપ્શન મીટિંગના ઓપનિંગ સેશનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સોમ પ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા. B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત, અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન, બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ ઉપસ્થિત રહ્યા હતા.
પિયુષ ગોયલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, "આજે ભારતના વિકાસ માટે ચાર "I" મહત્વપૂર્ણ છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટિગ્રિટી, ઈન્ક્લુઝિવ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ આઉટલુકનો સમાવેશ થાય છે."
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "ભારતે તેની કેટલીક મહત્વની સમસ્યાઓના ઉકેલ માટે 4 અભિગમો અપનાવ્યા છે, જેમાં આર્થિક વ્યવસ્થાપન, ડિજિટલ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્રમાં નિયમન અને નવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે." તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફોકસ્ડ કન્ઝમ્પ્શન અને ઇન્વેસ્ટમેન્ટના કમ્બાઇન્ડ એપ્રોચે (કેન્દ્રિત વપરાશ અને રોકાણના સંયુક્ત અભિગમે) ભારતમાં લાંબા ગાળાની ઉત્પાદકતાને પ્રોત્સાહન આપ્યું હતું, જેના પરિણામે મધ્યમ ફુગાવાની સાથે મજબૂત વૃદ્ધિ થઈ હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી સોમ પ્રકાશે ભારતીય ઉદ્યોગોની પ્રાથમિકતાઓ વિશે વાત કરી હતી. તેમણે ગ્રીન ડેવલપમેન્ટ અને ક્લાઈમેટ ફાઇનાન્સ, સમાવેશી અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા વિશે વાત કરી હતી.
G20 માટે ભારતના શેરપાએ તેમના સંબોધનમાં કહ્યું કે, "આપણી સમક્ષ ત્રણ મુખ્ય પડકારો છે (1) ડિજિટલ પરિવર્તનની જરૂરિયાત, (2) ક્લાઈમેટ એક્શનની જરૂરિયાત, (3) આપણા GVCs ને સ્થિતિસ્થાપક બનાવવા માટે ડીકપલિંગ અને ડી-મોનોપોલાઇઝેશનની જરૂરિયાત". અનુરાગ જૈને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્ઞાન, નવીનતા અને ટકાઉપણું નવા યુગના વિકાસના પથદર્શક તરીકે ઉભરી આવ્યા છે. B20 તેને અનુકૂળ યોગ્ય સૂચનો કરશે.












Click it and Unblock the Notifications
