સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે થેલેસેમિયા-સિકલસેલ પરીક્ષણ કાર્યક્રમ યોજાયો
સરકારી વિનયન અને વાણિજય કોલેજ-આહવા ખાતે આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ NSS વિભાગ દ્વારા ૨૩ જાન્યુઆરીના રોદ સમગ્ર વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા અને સિકલસેલનું પરીક્ષણ કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા કે સિકલસેલની બિમારી છે કે નહિ તે જાણવા માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ બિમારીઓ વિશે સભાન હોતા નથી.

ઘણીવાર સિકલસેલના કારણે ગંભીર રોગ થવાનું અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેથી દરેક લોકોએ આ પ્રકારનો ટેસ્ટ કરવો જોઈએ.
કોલજના આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડે દ્વારા મેડિકલ ટીમને દરેક વિદ્યાર્થીનું બ્લડગ્રૃપ ટેસ્ટ કરવા રજૂઆત કરવામા આવી હતી. મેડિકલ ટીમ દ્વારા ઓછા ખર્ચામાં આ ટેસ્ટ કરી આપવાનું વચન આપવામા આવ્યુ હતું.
આહવા કોલેજમાંથી ૨૭૮ જેટલા વિદ્યાર્થીઓનું પ્રથમ ચરણમાં પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણ કરવા માટે રેડક્રોસ સોસાયટી અમદાવાદથી મેડિકલ ટીમ આવી હતી. જેમાં નિલેશ ભારતીય, સિનિયર પ્રોગ્રામ મેનેજર, રેડક્રોસ સોસાયટી અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.જયેશભાઈ ગાવિત તથા પ્રાફેસર ઉમેશભાઈ હડસ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં NSS ના સ્વયં સેવકો દ્વારા મહત્વની ભુમીકા અદા કરવામા આવી હતી.












Click it and Unblock the Notifications
