ગુજરાતમાં 13 સહિત સમગ્ર દેશમાં કુલ 18 નવા ગરવી-ગુર્જરી એમ્પોરિયમ શરૂ કરાશે
હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓના વેચાણમાં વધારો કરવા કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે આગામી સમયમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા 18 ગરવી-ગુર્જરી એમ્પોરિયમ શરું કરશે.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) લિમિટેડ દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાને તથા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ગરવી-ગુર્જરી એમ્પોરિયમ ચલાવવામાં આવે છે કે, જ્યાં રાજ્યના નાના-મોટા ગામો તથા આંતરિયાળ વિસ્તારના હાથશાળ-હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.

હાલમાં ગુજરાતમાં 13 તથા ગુજરાતની બહાર 7 સહિત કુલ 20 ગરવી-ગુર્જરી એમ્પોરિય કાર્યરત છે, તેમજ સાથે એક ઈ-સ્ટોર પણ કાર્યરત છે.
ધાર્મિક-પ્રવાસન સ્થળો પર ખુલશે નવા ગરવી-ગુર્જરી એમ્પોરિયમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના હાથશાળ-હસ્તકલા કારીગરોને વધુ પ્રોત્સાહન આપવા તથા વધુ આવક અપાવવા માટે અનેક મહત્વની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને તેના હેઠળ રાજ્યમાં આગામી સમયમાં વધુ 18 નવા ગરવી-ગુર્જરી એમ્પોરિયમ શરું કરવામાં આવશે.રાજ્ય સરકાર તેમજ GSHHDC એ આ માટે હવે રાજ્ય તથા દેશના ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર ફોકસ કરવાનો નિર્ણય કર્યો છે કે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ જ ઉદ્દેશથી હવે ધાર્મિક-પ્રવાસન સ્થળો પર 18 નવા 'ગરવી-ગુર્જરી' એમ્પોરિયમ શરું કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કયા-કયા સ્થળે શરુ થશે 'ગરવી-ગુર્જરી' એમ્પોરિયમ ?
GSHHDCએ ગુજરાત તથા દેશના અન્ય ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ 'ગરવી-ગુર્જરી' એમ્પોરિયમ શરૂ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
GSHHDCના મૅનેજિંગ ડાયરેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાંદુએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, " ગુજરાતમાં કુલ 13 સ્થળોએ નવા 'ગરવી-ગુર્જરી' એમ્પોરિયમ ખોલવામાં આવશે કે તેમાં સુરત, પાલનપુર, પાલિતાણા, જામનગર, વલસાડ, વાપી, દ્વારકા, ડાકોર, સોમનાથ, અંબાજી, નવસારી, મોરબી અને પાવાગઢનો સમાવેશ થાય છે. આ 13 સ્થળોમાં મોટાભાગના ધાર્મિક તથા પ્રવાસન સ્થળો છે. તેવી જ રીતે ગુજરાત બાહર મહારાષ્ટ્રમાં મુંબઈ તથા પુણે ખાતે રાજસ્થાનમાં ઉદયપુર, નાથદ્વારા તેમજ જયપુર ખાતે નવા ગરવી-ગરવી ગુર્જરી એમ્પોરિયમ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાભાર્થી કારીગરોની સંખ્યા 10 હજાર કરવાનું લક્ષ્ય
GSHHDCના જોઇન્ટ ડાયરેક્ટર આર. આર. જાદવે ગરવી-ગુર્જરી એમ્પોરિયમની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ગરવી-ગુર્જરી એમ્પોરિયમ સાથે હાલમાં રાજ્યના લગભગ 6 હજાર કળા-કારીગરો જોડાયેલા છે અને આ આંકને 10 હજાર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
તેમણે જણાવ્યું હતું કે, નિગમે વર્ષ 2018-19થી 2022-23 એટલે કે છેલ્લા 5 વર્ષમાં હાથશાળ અને હસ્તકલાના લગભગ 29,763 હજાર કારીગરો પાસેથી રૂપિયા 32 કરોડ 57 લાખ 6 હજારના ઉત્પાદનોની ખરીદી કરી છે. હાલમાં કાર્યરત 20 ગરવી-ગુર્જરી એમ્પોરિયમો અને એક ઈ-સ્ટોર થકી છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 60 કરોડ 17 લાખ 46 હજારના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું છે.
આમ,આ નવા એમ્પોરિયમના પગલે ગુજરાતના કલા-વારસાને નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે અને સરવાળે કારીગરોને રોજગાર માટેની નવી તકો ઉપ્લબ્ધ થશે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
