મહેસાણા: ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ, ફાયરિંગમાં બે લોકોને વાગી ગોળી, મહિલાનું મોત
Mehsana: મહેસાણામાં નજીવી બાબતે ફાયરિંગની ઘટના સામે આવી છે. ફટકડા ફોડવા જેવી નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી અને આ બબાલમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થતા બે લોકોને ગોળી વાગી હતી, જ્યારે સમગ્ર મામલામાં મહિલાનું મોત થયુ હતુ, જ્યારે ફાયરિંગમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર, મહેસાણામાં અભિનવ બંગ્લોઝમાં નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાની નજીવી બાબતે બે પાડોશી વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે.

કેમ કરવામાં આવ્યુ ફાયરિંગ?
આ મામલે મળતી માહિતી અનુસાર, અભિનવ બંગ્લોઝમાં રહેતા બે પાડોશી વચ્ચે ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી. જેમાં ભગીરથસિંહ અને નાયક બંકેશના પરિવાર વચ્ચે સૌ પ્રથમ ફટાકડા ફોડવાની બાબતે મારામારી થઈ હતી.
મારામારી બાદ થયુ ફાયરિંગ?
ત્યારબાદ ભગીરથસિંહ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ ફાયરિંગમાં નાયક પરિવારના બે સભ્યોને ગોળી વાગી હતી. જ્યારે ઝપાઝપીમાં ભગીરથસિંહના 66 વર્ષીય વર્ષીય પત્ની સુધાબેનને ધક્કો વાગ્યો હતો. જેના કારણે તેમને માથામાં ઈજા થઈ હતી, જોકે, ગંભીર રીતે થયેલી ઈજાને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પોલીસે બે રિવોલ્વર કબજે કરી
સમગ્ર મામલે મહેસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાના મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી પાસેથી બે રિવોલ્વર પણ કબ્જે કરી છે અને તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
