આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની 12મી યાદી, 7 ઉમેદવારો કર્યા જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની 12 યાદી જાહેર કરી છે. જેમાં આપે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની 12 યાદી જાહેર કરી છે. જેમાં આપે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 148 ઉમેદવારો જાહેર કર્યા છે.

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી

ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) આગામી ગુજરાત ચૂંટણી 2022 માટે વ્યાપક પ્રચાર કરી રહી છે. કેટલાક સર્વેક્ષણો સૂચવે છે કે, આગામી ચૂંટણીમાં મુખ્ય જંગ શાસક ભાજપ અને AAP વચ્ચે થશે, જ્યારે પરિણામો જાહેર થશે, ત્યારે કોંગ્રેસ ત્રીજા ક્રમે આવશે.

આમ આદમી પાર્ટીએ ભૂતપૂર્વ ટીવી એન્કર અને પત્રકાર ઇસુદાન ગઢવીને ગુજરાત ચૂંટણી માટે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઇસુદાન ગઢવી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે અત્યાર સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

આ વચ્ચે એવા અહેવાલો મુજબ, AAP દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશની જામ ખંભાળિયા બેઠક પરથી મુખ્યમંત્રી પદના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન

તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે. જે બાદ 8મી ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં 182 વિધાનસભા સીટો છે. કુલ વિધાનસભા મતવિસ્તારોમાંથી, પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

મતવિસ્તાર/ઉમેદવારનું નામ

મતવિસ્તાર/ઉમેદવારનું નામ

  1. અંજાર - અરજણ રબારી
  2. ચાણાસમા - વિષ્ણુ પટેલ
  3. દહેગામ - સુહાગ પંચાલ
  4. લીંબડી - મયુર સુકરિયા
  5. ફતેહપુર - ગોવિંદ પરમાર
  6. સયાજીગંજ - સ્વેજલ વ્યાસ
  7. ઝઘડિયા - ઉર્મિલા ભગત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X