ગુજરાતમાં લાગેલા કર્ફ્યુનો આપે શરૂ કર્યો વિરોધ, કહ્યુ - વેપાર ચોપટ થઈ રહ્યો છે, આને હટાવો

કેજરીવાલની આમ આદમી પાર્ટી(આપ)એ સરકારી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે.

gujarat night curfew news, અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીથી બચવા માટે ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લાગેલો છે. આ કર્ફ્યુ ગઈ 21 નવેમ્બરથી ચાલુ છે. જેના કારણે રાતે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દુકાનો નથી ખુલતી. લોકોની વ્યાપારી ગતિવિધિઓ પણ અટકી જાય છે. એવામાં કેજરીવાલની આમ આદમી પાર્ટી(આપ)એ સરકારી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. આપના ગુજરાતી નેતાઓનુ કહેવુ છે કે નાઈટ કર્ફ્યુના કારણે સામાન્ય જનતા પર આફત આવી છે. રોજગાર નથી મળી રહ્યા. વેપાર ચોપટ થઈ રહ્યા છે.

AAP

આપ તરફથી ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ખાસ્સો વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આના માટે અહીં આમ આદમી પાર્ટીએ ઉધના દરવાજા ચાર રસ્તા પાસે બેનર લગાવ્યા છે. પાર્ટી નેતાઓનુ કહેવુ છે કે કોરોનાના કેસ વધ્યા બાદ શહેરમાં નાઈટ કર્ફ્યુ તો લગાવી દીધો પરંતુ નાઈટ કર્ફ્યુથી વેપાર અને રોજગાર બધુ ચોપટ થઈ રહ્યુ છે. નાઈટ કર્ફ્યુથી લોકોને ભારે નુકશાન થઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દિવાળી વખતે જ કોરોનાનુ સંક્રમણ ઝડપથી ફેલાયુ હતુ. જેમાં પૉઝિટીવ કેસ તેમજ મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી હતી. આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકારે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યુ લગાવ્યો હતો. આ કારણે હવે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવી ચૂકી છે. જો કે ગૃહમંત્રીએ કાલે જ પોતાના નિવેદનમાં નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X