ભાજપ અને કોંગ્રેસ પર ભારી પડતી આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શરૂઆતને ખુબ હળવાશથી લેનાર અને સતત ઇગ્નોર કરનાર ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. રાજ્યમાં અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓની સતત મુલાકાતોને કારણે ભાજપ ચિંતામાં આવી ગયું છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શરૂઆતને ખુબ હળવાશથી લેનાર અને સતત ઇગ્નોર કરનાર ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. રાજ્યમાં અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓની સતત મુલાકાતોને કારણે ભાજપ ચિંતામાં આવી ગયું છે. કોંગ્રેસની આળસ અને નબળાઇનો ફાયદો ઉઠાવીને સતામાં રહેતા ભાજપ માટે આ વખતે આમ આદમી પાર્ટીએ મજબુતીથી ટક્કર આપતાં ભાજપ માટે કપરાં ચઢાણ કરી દીધા છે.

વર્તમાનમાં આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનીતિ મજબુત જનાધાર પેદા કરવાની દિશામાં જઇ રહી છે. જનતાને પડતી મુશકેલી અને લોકોને સ્પર્શતા મુદ્દાને લઇને આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જઇ રહી છે. આ કારણે, ભાજપને સતત પીછેહઠ કરવાની નોબત આવી રહી છે. જોકે, કોંગ્રેસ હજુ પણ નિરસ અને પ્રભાવહીન જોવા મળી રહી છે. જનતા વચ્ચે રચનાત્મક કાર્યક્રમો કરી લોકોને જોડવાની કોંગ્રેસના નેતાઓની અણઆવડતના કારણે આમ આદમી પાર્ટીને ઓછી મહેનતે પણ મેદાન મળી ગયુ છે.
રાજકારણમાં કોઇને પણ નજરઅંદાજ કરી ન શકાય તે આમ આદમી પાર્ટીએ સાબિત કર્યુ છે. ભાજપે શરૂઆતમાં આપને નજરઅંદાજ કરી સેઇફ પેસેજ આપ્યો અને તેના કારણે આપને ગુજરાતમાં શરૂઆતી સફળતા મળી છે. તો, કોંગ્રેસની દિશાવિહિન રણનીતિ અને નેતૃત્વશક્તિના અભાવના કારણે આપ રાઇઝીંગ પાર્ટી તરીકે ઘુસપેઠ કરી શક્યુ છે. જેનું રાજકીય નુકસાન બંને રાજકીય પક્ષોને ભોગવવો પડશે.












Click it and Unblock the Notifications
