Lok sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો, આ નેતાએ ફાડ્યો છેડો
Lok sabha Election 2024 : વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠક જીતીને પોતાની હાજરી નોંધાવનારી આમ આદમી પાર્ટીમાં આંતરિક ક્લેશ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ સંગઠન મહામંત્રીને પોતાનું રાજીનામુ મોકલી પાર્ટી છોડવાનો નિર્ણય કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જોરદાર માહોલ સર્જ્યો હતો. પાર્ટીને વિવિધ વર્ગના લોકોનું સમર્થન મળ્યું અને ઘણા પ્રખ્યાત લોકો પાર્ટીમાં જોડાયા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છ, રાજકોટ, વડોદરા અને અમદાવાદના કાર્યકરો પક્ષ છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, જ્યારે બે દિવસ પહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય કારોબારી સભ્ય પ્રો. અર્જુન રાઠવાએ હોદ્દા પરથી રાજીનામું આપીને પ્રાથમિકતા આપી દીધી હતી. આમ આદમી પાર્ટીનું સભ્યપદ પણ છોડી દીધું હતું.
તેમણે પાર્ટીના સંગઠન મહામંત્રી અને સાંસદ ડૉ. સંદીપ પાઠક અને પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.
રાઠવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાર્ટીને લગભગ 13 ટકા વોટ મળ્યા છે, પરંતુ ચૂંટણી બાદ પાર્ટીનું કામ અટકી ગયું છે, નિર્ણયો પણ સામૂહિક રીતે લેવામાં આવતા નથી.












Click it and Unblock the Notifications
