આપ ધારાસભ્ય ભૂપત ભાયાણી સુરતની હોટલમાં યુવતી સાથે રંગેહાથ ઝડપાયા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો એક વીડિયો વાયરલ થતા રાજકીય પારો ગરમાયો છે. વીડિયોમાં આપ નેતા એક યુવતી સાથે હોટલમાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયો સુરત પાસે કડોદરાની એક હોટલનો છે. જેમાં આપ નેતા ભૂપત ભાયાણી હોટલમાં એક યુવતી સાથે આવે છે અને તેની સાથે રુમમાં જાય છે. વીડિયો વાયરલ થયા બાદ આપ નેતા રાજકારણમાં ચર્ચાનુ કેન્દ્ર બની ગયા છે.
વાયરલ થઈ રહેલો વીડિયો હોટલના સીસીટીવી કેમેરાનો છે. જેમાં આપ નેતા ભૂપત ભાયાણી યુવતી સાથે હોટલના રુમમાં હતા. જેની જાણ યુવતીના પતિને થતા તે હોટલમાં પહોંચી ગયો. જેને જોતાં જ આપ નેતા મોઢા પર રુમાલ રાખીને હોટલમાંથી ભાગ્યા. આપ નેતા ભૂપત ભાયાણી તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યુ નથી.












Click it and Unblock the Notifications
