For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે, આજે સૌરાષ્ટ્રમાં કરશે પ્રચાર

આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા 10 ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કરશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓની રાજ્યમાં જોરદાર સભાઓ થઈ રહી છે. સામાન્ય જનતાને લુભાવવાનો મોકો કોઈ પણ પાર્ટી ચૂકવા નથી માંગતી, ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પૂરુ જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા 10 ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કરશે. રાઘવ ચઢ્ઢા 10 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. આ સાથે આપના સાંસદ રાઘવ ચઢ્ઢા રાજકોટમાં મહત્વના મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ પણ કરશે.

raghav chadha

કાર્યકર્તા સાથે કરશે રાજકીય બેઠક

રાઘવ ચઢ્ઢા પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓમાં જોશ ભરવાનુ કામ પણ કરશે. વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકર્તાઓ સાથે રાજકીય બેઠક કરશે. આ ઉપરાંત ધારીમાં પદયાત્રા અને જનસભા પ્રસ્તાવિત છે. ભાવનગરમાં યુવાનો સાથે ટાઉનહૉલમાં બેઠક કરશે. આ દરમિયાન ગુજરાત સહપ્રભારી રાઘવ ચઢ્ઢા ભાવનગરના વેપારીઓ સાથે પણ મુલાકાત કરશે.

આ પહેલા પોતાના ગુજરાત પ્રવાસમાં આમ આદમી પાર્ટી ગુજરાતના સહ પ્રભરી અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ભારે બહુમતથી ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી રહી છે. તેમણે કહ્યુ કે તે ગુજરાતમાં જ્યાં પણ જઈ રહ્યા છે લોકો પરિવર્તનની જ વાત કરી રહ્યા છે. તેમણે સમાજના વિવિધ વર્ગો સાથે વાતચીત કરી છે. એક હીરા કારખાનાના પ્રવાસ કર્યો અને ઘણા શ્રમિકો સાથે તેમની સમસ્યાઓએ વિશે વિસ્તૃત ચર્ચા પણ કરી.

રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે આપ સામાન્ય લોકોની પાર્ટી છે. પહેલા ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભ્રષ્ટ ભાજપ સરકારથી લોકો કંટાળી ગયા છે. પરંતુ હવે તેમને એક સારો અને ઈમાનદાર વિકલ્પ મળી ગયો છે. લોકો ઈચ્છે છે કે રાજ્યમાં એ જ રીતે સારુ કામ થાય જે રીતે દિલ્લી અને પંજાબમાં થયુ છે.

English summary
AAP Gujarat co-in-charge Raghav Chadha will campaign in Saurashtra on 10th October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X