For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં નરેન્દ્ર મોદીને પડકાર આપવાની તૈયારીમાં 'આપ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાના જોરદાર પ્રદર્શનથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતની બધી જ 26 લોકસભા સીટો પરથી ચૂંટણી લડવા અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને તેમના 'ઘર'માં ટક્કર આપવાની યોજના બનાવી રહ્યાં છે.

'આપ'ની ગુજરાત એકમના સંયોજક સુખદેવ પટેલે જણાવ્યું હતું કે શનિવારથી શરૂ થયેલી પાર્ટીની કાર્યકારી સમિતિની બે દિવસીય બેઠકમા6 2014ની ચૂંટણી માટે રાજ્યમાં પાર્ટીએ પ્રચારની યોજના અને અમલ પર ચર્ચા કરશે.

એક પ્રશ્નનો જવાબ આપતાં સુખદેવ પટેલે કહ્યું હતું કે 'અમે બધી જ 26 સીટો પરથી ચૂંટણી લડવા માંગીશું અને બેઠકમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે.' દિલ્હીમાં શાનદાર પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટીએ સંકેત આપ્યા છે કે તે ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ પોતાના નેતા કુમાર વિશ્વાસને ઉતારી શકે છે.

modi-arvind

સુખદેવ પટેલને પૂછવામાં આવ્યું હતું કે શું પાર્ટી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ લડશે, આ અંગે સુખદેવ પટેલે કહ્યું કે 'આ એક મહત્વપૂર્ણ રાજ્ય છે કારણ કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર ગુજરાતથી છે. અમારે તેમનો સામનો કરવાનો છે.'

English summary
Buoyed by its performance in Delhi assembly polls, Aam Admi Party (AAP) is planning to contest all the 26 Lok Sabha seats in Gujarat and take on BJP's prime ministerial candidate Narendra Modi on his home turf.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X