AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની પોલીસ કસ્ટડીમાં તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા
વન વિભાગના કર્મચારીઓ સાથે કથિત દાદાગીરીના આરોપમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેના પરિવાર તેમજ સહયોગી પર ફરિયાદ નોંધાઈ છે. હવે પોલીસ કસ્ટડીમાં ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, ફરિયાદ બાદ કસ્ટડીમાં રહેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની તબિયત લથડી છે. તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.

સૌથી પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. અહીંથી તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સુધારો ન થતા આ નિર્ણય લેવાયો છે.
જણાવી દઈએ કે, ફરિયાદ બાદથી જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ પકડથી દુર છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને સત્તાધારી બીજેપી વચ્ચે રાજનીતિ પણ ગરમાઈ છે.












Click it and Unblock the Notifications
