For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : અમિત શાહનો મોટો દાવો - એકપણ સીટ નહીં જીતે AAP

ગુજરાતની જનતાના મનમાં AAP દુર દુર સુધી ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ આપનું નામ સફળ ઉમેદવારોની યાદીમાં નહીં આવે. કોંગ્રેસ અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હજૂ પણ મુખ્ય વિપક્ષી પાર્ટી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPની એન્ટ્રીના સવાલ પર અમિત શાહે જણાવ્યું હતું કે, દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ તે જનતા પર છે કે, તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહીં.

Amit Shah

ગુજરાતની જનતાના મનમાં AAP દુર દુર સુધી ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ આપનું નામ સફળ ઉમેદવારોની યાદીમાં નહીં આવે. કોંગ્રેસ અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હજૂ પણ મુખ્ય વિપક્ષી પાર્ટી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી હાલ આંતરિક સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.

અમને વડાપ્રધાન મોદી પર પૂરો વિશ્વાસ છે - અમિત શાહ

અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ અને ભાજપના લોકો દ્વારા વારંવાર શૂન્ય તુષ્ટિકરણ નીતિના અમલીકરણનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા અમિત શાહે જણાવ્યું કે, લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્ણ વિશ્વાસ છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર શું બોલ્યા અમિત શાહ

જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અમિત શાહે જણાવ્યું હતું કે, રાજકારણમાં સતત પ્રયત્નો જરૂરી છે. હું હંમેશા માનું છું કે, રાજકારણીઓને સખત મહેનત કરવાની જરૂર છે અને જ્યારે વ્યક્તિ સખત મહેનત કરે છે, ત્યારે તે સારું પ્રદર્શન કરે છે, પરંતુ રાજકારણમાં સતત પ્રયત્નો જ પરિણામ દર્શાવે છે. તેથી રાહ જુઓ અને જુઓ.

અમિત શાહે આપ્યો વિદ્યાર્થીઓને બોધ

ઈતિહાસના શિક્ષણ પર અમિત શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીની મૂળ વિચારસરણી તેની માતૃભાષામાં સરળતાથી વિકસાવી શકાય છે અને મૂળ વિચાર અને સંશોધન વચ્ચે મજબૂત કડી છે. તેઓ વિદ્યાર્થીઓને એવા 300 જનનાયકોનો અભ્યાસ કરવા વિનંતી કરે છે, જેમને ઈતિહાસકારો દ્વારા યોગ્ય ક્રેડિટ આપવામાં આવી નથી અને 30 સામ્રાજ્યો કે, જેમણે ભારત પર શાસન કર્યું અને શાસનનું ખૂબ જ સારું મોડેલ સ્થાપિત કર્યું છે. હવે સમય આવી ગયો છે કે, લોકો અને વિદ્યાર્થીઓએ દેશના વાસ્તવિક ઇતિહાસ વિશે જાણવું જોઈએ.

દવા, ટેકનોલોજી અને કાયદાના ક્ષેત્રમાં હિન્દી અથવા પ્રાદેશિક ભાષાઓનો પ્રચાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, રાજ્યોએ દવા, ટેક્નોલોજી અને કાયદાના ક્ષેત્રમાં હિન્દી અથવા પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા પહેલ કરવી જોઈએ, જેથી દેશ અંગ્રેજી ન બોલતા વિદ્યાર્થીઓની પ્રતિભાનો પણ ઉપયોગ કરી શકે.

હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે જણાવ્યું છે કે, જો વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં શીખવવામાં આવે તો તેઓ સરળતાથી મૂળ વિચારની પ્રક્રિયા વિકસાવી શકે છે અને આ સંશોધન અને વિકાસ તરફ દોરી જશે. આનાથી ઈનોવેશનને પ્રોત્સાહન મળશે.

English summary
AAP will not win a single seat in Gujarat Assembly Election 2022, big claim by Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X