For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલનો મોટો દાવો, આમ આદમી પાર્ટીની જીતશે, બીજેપીના 11 ટકા વોટ ઘટશે!

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ સત્તાધારી બીજેપી સત્તા બચાવવા મેદાને છે તો બીજી તરફ ગુજરાતમાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટીએ તમામ નેતાઓને ઉતારી દીધા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ સત્તાધારી બીજેપી સત્તા બચાવવા મેદાને છે તો બીજી તરફ ગુજરાતમાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટીએ તમામ નેતાઓને ઉતારી દીધા છે. આપ દાવો કરી રહી છે કે તે ગુજરાતમાં જીતી રહી છે ત્યારે હવે કેજરીવાલે મોટી વાત કહી છે. કેજરીવાલે દાવો કર્યો છે કે તે બીજેપીને હરાવશે.

arvind kejriwal

મોટો દાવો કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમા આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મોટો દાવો કરતા કેજરીવાલે કહ્યું કે, 2017 વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપનો વોટ શેર ઘટશે. 2017માં બીજેપીને 49 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આ વખતે ભાજપને 38 ટકા કે તેનાથી ઓછા વોટ મળશે. તેમણે કહ્યું કે આ વર્ષે ભાજપની વોટ ટકાવારીમાં 11 ટકાનો ઘટાડો થશે.

બીજેપીના 11 ટકા મત ઘટવાનો દાવો કરતા કેજરીવાલે કહ્યું કે, અન્ય પક્ષોના લોકો માત્ર બોલે છે અને વિચારતા નથી. હું રોજના મૂલ્યાંકનના આધારે બોલી રહ્યો છું કે ભાજપનો વોટ શેર 11 ટકા ઘટશે. આપના મતની ટકાવારી દરરોજ વધી રહી છે. કેજરીવાલે કહ્યું કે તેઓ એકવાર જે કહે છે તે સાચું પડે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કરેલું મૂલ્યાંકન પણ સાચુ સાબિત થયું હતું.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને લઈને મોટી વાત કરી હતી. કેજરીવાલે કહ્યું હતુ કે, ગુજરાતમાં કોંગ્રેસને માત્ર 5 સીટ મળશે, લોકો કોંગ્રેસને મત આપીને મત ખરાબ ન કરે. આ સિવાય કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસના જીતેલા 5 ધારાસભ્યો પણ બીજેપી જોઈન કરી લેશે.
ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી મોઘવારી, શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે મેદાનમાં છે. બીજી તરફ કોઈપણ સંજોગે ગુજરાત જીતવુ બીજેપી માટે જરૂરી છે. જો તેમ ન થાય તો બીજેપી મુશ્કેલીમાં આવી શકે છે.

English summary
AAP will win in Gujarat, BJP's votes will decrease by 11 percent - Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X