Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અ'વાદ BMW કાંડ: બીજા યુવકનું પણ મોત, વિસ્મયની ધરપકડ

vishmay-shah
અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદના બીએમડબલ્યુ કાંડમાં રવિવારે મોડી રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીરરીતે ઇજાગ્રસ્ત યુવકે પણ આજે બુધવારે સવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. જોકે અમદાવાદ પોલીસે આ ઘટનાના આરોપી અને કાર ચલાવનાર વિસ્મય અમિત શાહની ધરપકડ કરી લીધી છે.

જજીસ બંગ્લોઝથી માનસી સર્કલ તરફ જતા માર્ગ પર બાઇક પર જઇ રહેલા બે મિત્રોને એક બીએમડબ્લ્યુ કારે 150ની સ્પીડથી ધસી આવીને પાછળથી અડફેટે લઇ લીધા હતા. આ ઘટનામાં શિવમ નામના યુવકનું મોત થયું હતું. ત્યારબાદ બુધવારે સવારે અન્ય યુવકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ રીતે આ ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકનું મોત નિપજ્યું છે.

આ અકસ્માતમાં પોતાના એકના એક દિકરા શિવમના મૃત્યુથી હતાશ થઇ ગયેલા મૃત યુવકના પિતાએ પોલીસને એવી ચિમકી આપી હતી કે જો તેમના પુત્રનો હત્યારાને પકડીને કડક સજા નહી કરવામાં આવે તો તેઓ આમરણ અનશન પર ઉતરી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જજીસ બંગલોથી માનસી રોડ તરફ જતા માર્ગ પર આ અકસ્માત નોંધાયો છે. રાત્રે ચાર મિત્રો બે બાઇક પર જઇ રહ્યાં હતા. ત્યારે એક બેકાબુ બીએમડબલ્યુ કાર તેમની પાછળ આવી પહોંચી હતી અને બેમાંથી એક બાઇકને અડફેટે લીધી હતી. કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને તેઓ નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બન્યા બાદ તુરત જ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એકનું મોત નિપજ્યું હોવાનું હાજર ડોક્ટરે જણાવ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર આપવામાં આવી રહી હતી, જેનું પણ આજે મોત થયું છે. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ કારનો ડ્રાઇવર વિસ્મય શાહ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, જેને પણ આજે પોલીસે પકડી પાડ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X