નડિયાદ પાસે અકસ્માતમાં 11નાં મોત, મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર થકી કહ્યું છે કે, આ એક દુઃખદ પળ છે અને ભોગ બનાનારાઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ છે, અધિકારીઓને તત્કાળ મદદ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર એસટી બસ પાવાગઢ-અમદાવાદ રૂટની હતી, જ્યારે રિક્ષા ખાત્રજ ચોકડી તરફથી 15 જેટલા મુસાફરોને બેસાડીને નડિયાદ તરફ જઇ રહી હતી બનાવના પગલે અમદાવાદ-નડિયાદ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજા પામનારાઓને નડિયાદની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન બેનું મોત નીપજ્યું હતું. જ્યારે અને ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. નડિયાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
