For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટલાદ-તારાપુર પાસે અકસ્માતઃ 8ના મોત

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, પેટલાદ-તારાપુર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ગોઝરા અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોના મોત નીપજ્યાં છે. આ અંગે પોલીસે જણાવ્યા પ્રમાણે આકંલાવ તાલુકાના ગંભીરા ગામનો પઢિયાર પરિવાર પેટલાદના રામોદડી ગામે બેસાણામાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

પેટલાદ-તારાપુર પાસે અકસ્માતઃ 8ના મોત

પેટલાદ-તારાપુર પાસે અકસ્માતઃ 8ના મોત

પેટલાદ-તારાપુર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ગોઝરા અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોના મોત નીપજ્યાં છે. આ અંગે પોલીસે જણાવ્યા પ્રમાણે આકંલાવ તાલુકાના ગંભીરા ગામનો પઢિયાર પરિવાર પેટલાદના રામોદડી ગામે બેસાણામાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. ઇંટો ભરેલી ટ્રકની અડફેટે રિક્ષા આવતા રિક્ષા સીધી ટ્રક નીચે ઘૂસી ગઇ હતી અને 50 ફૂટ સુધી ઢસડાઇ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેસેલા આઠેય લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.

રાજકોટઃ વિસ્ફોટ કરવાની મસ્તી પડી ભારે

રાજકોટઃ વિસ્ફોટ કરવાની મસ્તી પડી ભારે

રાજકોટમાં કારકાનેદાર અને વેપારીએ સોફ્ટવેરની મદદથી મિત્રને ફોન કરીને ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટ કરવાની હિન્દીમાં ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલા યુવકે પોલીસને જાણ કરતા યુવકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઇ ધમકી કરનાર વેપારી અને કારખાનેદારને ઝડપી લીધા છે.

રાજકોટઃ બેન્ક હડતાળથી કરોડોનો વ્યવહાર ઠપ

રાજકોટઃ બેન્ક હડતાળથી કરોડોનો વ્યવહાર ઠપ

પગાર વધારાને લઇને આપવામાં બે દિવસના બંધના પગલે સોમવારે બેન્કો બંધ રહી હતી. જેના કારણે કરોડોનો વ્યવહાર ઠપ થઇ ગયો હતો. આ હડતાળમાં સહકારી ક્ષેત્રની રાજકોટની છ તેમજ સૌરાષ્ટ્રની 44 બેન્ક જોડાઇ નહોતી.

નારાયણ સાંઈ કેસમાં 504 પેજની ચાર્જશીટ

નારાયણ સાંઈ કેસમાં 504 પેજની ચાર્જશીટ

સુરતમાં બળાત્કાર કેસમાં આરોપી નારાયણ સાંઈની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ સુરત પોલીસ દ્વારા કોર્ટમાં 504 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ કેસમાં આસારામનું નામ પણ ઉછળ્યું હતું, તેમજ આ કેસને ઢીલો પાડવા માટે નારાયણ પર તબીબો, પોલીસ સહિતનાને લાંચ આપવામાં આવી હોવાનો આરોપ લગાવવા આવ્યો હતો.

સાંઈ કેસઃ ડીસીપી ભૂતડાને ધમકી આપનારો ઝડપાયો

સાંઈ કેસઃ ડીસીપી ભૂતડાને ધમકી આપનારો ઝડપાયો

સુરતમાં બળાત્કાર કેસ નોંધાયા બાદ નારાયણ સાંઈની તપાસ કરી રહેલા ડીસીપી શોભા ભૂતડાને મોબાઇલ ફોન પર ધમકી આપવામાં આવી હતી. જે અંગે તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ ગત રાત્રે મધ્યપ્રદેશના અશોકનગરમાંથી અશોક યાદવ નામના 19 વર્ષિય યુવકની ધરપકડ કરવામાં આવી છે અને સુરત લાવવામાં આવ્યો છે. પોલીસ તેને કોર્ટમાં રજૂકરી રિમાન્ડની માગણી કરશે તેવા અહેવાલ છે.

English summary
accident near petlad tarapur road 8 dead.here is the top news of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X