જામનગરમાં ગોજારો અકસ્માત, 4નાં મોત 1 ઘાયલ
જામનગરઃ જામનગર-ધ્રોળ હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. મળી રહેલી માહિતી મુજબ જામનગર-ધ્રોળ પર આવેલી કેનાલાં કાર ખાબકતાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે કારમાં સવાર 4 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 1ને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
મૃતકોની ઓળખ હરેશ અરજણભાઈ કરાઠિયા, રશિક ભિમાભાઈ કડવાલા, નારણ કરશન ચૌહાણ અને ટીપુ કરણા તરીકે થઈ છે. કયા કારણોસર અકસ્માત થયો તે હજી જાણી શકાયું નથી. પીએસઆઈ સીએમ કંટેલિયાએ જણાવ્યું કે, "ઈજાગ્રસ્ત ધીરુભાઈ ભિમાભાઈ ભદવારાને ઈલાજ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ECCO કારમાં સફર કરી રહ્યા હતા ત્યારે આ લોકોનો અકસ્માત નડ્યો હતો." વધુ માહિતીનો ઈંતેજાર છે.
આ મામલો પોલીસે અકસ્માતે મોતનો મામલો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, કયા કારણોસર અકસ્માત થયો તે અંગે તપાસ કરવાાં આવી રહી છે.
સુરતઃ 3 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા