કલ્યાણપુરઃ અકસ્માત કે હત્યા? પોલીસે તપાસ હાથ ધરી

કલ્યાણપુરના દેવળિયામાં શંકાસ્પદ મોત, હત્યા કે અકસ્માત?

કલ્યાણપુરઃ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલ દેવળિયા નામના ગામના પાટીયાં પાસે કમકમાટી છૂટી જાય તેવી ઘટના બની છે. બાઈક લઈને જતા એક શખ્સને કાર ચાલકે ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. કારની ટક્કરે આવતાં અરજણભાઈ રામદત્તિ બુલેટથી 10 ફીટ દૂર જઈને ફેંકાયા હતા. ઘટનાને પગલે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને બદનસીબે ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

accident

ઉલ્લેખનીય છે કે જામ દેવળિયાના પાટીયા પાસેથી બુલેટ લઈને પસાર થઈ રહેલા 60 વર્ષના અરજણભાઈ રામદત્તિને કાર ચાલકોએ અડફેટે લીધા હતા. જણાવી દઈએ કે અરજણભાઈ રામદત્તિ પૂર્વ તલાટી હતા. આ હત્યા હતી કે અકસ્માત તે શંકાસ્પદ છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. મોકે પહોંચેલી પોલીસે અરજણભાઈ રામદત્તિના મૃદેહને પોસ્ટમોર્ટમ માટે જામ કલ્યાણપુરની હોસ્પિટલે મોકલી આપ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

accident

અગાઉ અરજણભાઈ રામદત્તિએ મેરની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો ત્યારે પોલીસને શંકા છે કે બદલો લેવા માટે આરોપીઓ દ્વારા તેમની બાઈકને ટક્કર મારી હોય શકે છે. આ પણ વાંચો- દલિત યુવક સાથે લગ્ન કર્યા તો નારાજ પિતાએ કાપી દીધા દીકરીના હાથ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X