બીજેપી હજી સ્વીકારી નથી શકી કે મોદી હવે વડાપ્રધાન છે!
જો કે ઉપરોક્ત વાત અમે નહીં પણ ખુદ ભાજપ કહે છે. અને તેનો પુરાવો જોયતો હોય તો આ તસવીરમાં જોઇ લો. આ તસવીર સુરતમાં લાગેલા એક પોસ્ટરની છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે છે.
ત્યારે તેમના આગમન પહેલા સુરત શહેરમાં ઠેર ઠેર ભાજપ દ્વારા મસ મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આવા જ એક પોસ્ટરમાં નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંબોધવામાં આવ્યા છે.

ત્યારે આ પોસ્ટરે હાલમાં તો સોશ્યલ મીડિયા પર ભાજપની ભારે ઠેકડી ઉડાવી છે. નોંધનીય છે કે આ પોસ્ટર સુરતના યુનિવર્સિટી ત્રણ રસ્તા પર લગાવવામાં આવ્યું છે.
અને આ પોસ્ટર મુજબ મા. મુખ્યમંત્રીને તેમના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને સહાય કરવા મામલે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને નીચે મોટા અક્ષરે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર પણ કમળ સાથે લખવામાં આવ્યું છે.













Click it and Unblock the Notifications
