ટેટ ટાટ પાસ શિક્ષકોની મોટા પાયે ભરતી કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકની ભરતી બંધ કરીને જ્ઞાન સહાયકની ભરતી શરુ કરી છે. આ યોજનાથી સ્કલમાં 11 માસના કરારથી ટેટ અને ટાટ પાસ હોય તેવા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં 26500 જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂંક કરવામાં આવશે. પ્રાથમિકમાં 15 હજરા અને ધોરણ 9 થી 12 માં 11500 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા નવુ શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયુ હોવા છતા પ્રવાસી શિક્ષકોની ભરતી નહી કરવામાં આવતા શૈક્ષણીક સંઘો દ્વારા તેની માગ કરવામાં આવી હતી. સરકારે જ્ઞાન સહાયક યોજના હેઠક જ હંગામી શિક્ષમોની ભરતી કરવામાં આવશે.જ હંગાણી શિક્ષકો મુકવા ઠરાવ પણ કરી દેવામાં આવ્યોછે. આ યોજના અંતર્ગત પ્રથમિક શાળા જ્ઞાન સહાયકોને 21 હજાર માધ્યમિકમાં 24 હજરા અને ઉચ્ચતર માધ્યમિકમાં 26 હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ મા. અને ઉ. સંચાલક મંડળ અથવા તો શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ સાથે 11 માસનો કરાર કરીને શાળઆમાં જ્ઞાન સહાયકની મૂકવામાં આવશે. તેના માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે .












Click it and Unblock the Notifications
