2013 બાદ પહેલી વાર પાકનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં શામેલ

વર્ષ 2013 બાદ પહેલી વાર વાઈબ્રન્ચ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

વર્ષ 2013 બાદ પહેલી વાર વાઈબ્રન્ચ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આગામી વર્ષ 18-20 જાન્યુઆરીમાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જાણકારી અનુસાર પાકિસ્તાનના પ્રતિનિધિમંડળમાં કુલ સાત લોકો શામેલ છે કે જે પાકના અલગ અલગ ભાગોમાંથી બોલાવવામાં આવ્યા છે અને તે ભારતનો પ્રવાસ કરશે. ગુજરાતની સમિટમાં કુલ 52 પ્રતિનિધિમંડળ ભાગ લેશે જેમાં પાકિસ્તાન પણ શામેલ છે.

gujarat

આ પહેલા 2013માં 22 સભ્યોનું પ્રતિનિધિમંડળ કરાંચીથી ભારત વાઈબ્રન્ટ સમિટ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યુ હતુ. પરંતુ જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વધી રહ્યો હતો તે વચ્ચે આ પ્રતિનિધિ મંડળ કાર્યક્રમમાં ભાગ લીધા વિના જ સ્વદેશ પાછી જતા રહ્યા હતા. જો કે તે વખતે સરકારનું કહેવુ હતુ કે વીઝામાં મુશ્કેલીઓના કારણે પ્રતિનિધિમંડળને પાછા જવુ પડ્યુ છે. રાજ્ય સરકારનું કહેવુ હતુ કે મોટાભાગના લોકો પાસે માત્ર અમદાવાદ સુધીનો વીઝા હતો જ્યારે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાવાનો હતો.

વર્ષ 2013 બાદ ગુજરાતમાં બે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે પરંતુ પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને આમાં આમંત્રણ આપવામાં આવ્યુ નહોતુ. પરંતુ આ વખતે પાક તરફથી બે પ્રતિનિધિ મંડળ અહીં આવશે કે જે ઈસ્લામાબાદ, પેશાવર, કરાંચી, પંજાબ, ખૈબર પખ્તૂનખ્વાથી હશે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડી અને વીસી ડી થારાએ જણાવ્યુ કે પાકિસ્તાનના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે ઘણા પ્રતિનિધિમંડળ આ વખતે અહીં પહેલી વાર આવી રહ્યા છે. પાકિસ્તાન ઉપરાંત ચીન, નેપાળ, શ્રીલંકા, ભૂટાનના પ્રતિનિધિ મંડળ પણ અહીં શામેલ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X