સુરતમાં સ્થિતિ વણસી, ગાયનું કપાયેલું માથું મળતા લોકોમાં રોષ

Posted By:
Subscribe to Oneindia News

સુરતના લિંબયાત ગોડદરા વિસ્તારના ભાવના પાર્ક સોસાયટીની બહાર ગાયનું ઘડથી અલગ કરેલું માથું ફેંકેલું જોવા મળતા, સમગ્ર વિસ્તારમાં સ્થિતિ વણસી છે. હાલ પોલિસે લાઠી ચાર્જ અને ટીયર ગેસના સેલ છોડીને લોકોના ઉશ્કેરાયેલા ટોળાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો છે. તેમ જ છતાં મોટી સંખ્યામાં વીએચપી અને બજરંગ દળના લોકો અહીં ઊમટી પડ્યા છે. અને રોષે ભરાયેલા ટોળા પથ્થરમારો અને તોડફોડ કરી રહ્યા છે. સાથે જ આગજનીની ઘટના પણ બની છે.

dead cow surat


નોંધનીય છે કે સોમવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ સોસાયટીમાં ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું. એટલું જ નહીં થોડા દિવસ અગાઉ પણ એક વાછરડાનો મૃતદેહ આ જ સોસાયટીની બહાર મળી આવ્યો હતો. ત્યારે ગાયનો આ મૃતદેહ ક્યાંથી આવ્યો તે અને કેવી રીતે જોત જોતામાં સ્થિતિ આ રીતે વણસી ગઇ છે તે અંગે હાલ પોલિસ તપાસ કરી રહી છે. ત્યારે પોલિસ અને સરકારી તંત્ર તરફ હાલ તો લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

English summary
After dead cow head found near Surat society, Angry mob started vandalized things. Read here more on this news.
Please Wait while comments are loading...