કોંગ્રેસે ખોટા રાજીનામાના અંગે પોલીસ સ્ટેશનમાં કરી FIR

Subscribe to Oneindia News

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને અનેક પ્રકારના કિસ્સા બને છે. ત્યારે કોંગ્રેસ પક્ષ સોશ્યલ મીડિયામાં સૌથી વધારે પરેશાન થયુ હતુ ખાસ કરીને કોંગ્રેસના બનાવટી લેટર પેડ પર ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયુ હતુ અને 23મી નવેમ્બરે તો હદ થઇ ગઇ હતી કારણ કે કોઇએ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોંલકીનું રાજીનામું કોગ્રેસના સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધુ હતું. જેના કારણે કોંગ્રેસના કેટલાક નેતા ચિંતામાં મુકાઇ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇને એલીસબ્રીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતીના ઉપ પ્રમુખ દલસુખભાઇ પટેલે ફરિયાદ નોંધાવી છે કે કોઇએ કોંગ્રેસને બદનામ કરવાના ઇરાદાથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ ભરતસિંહ સોલંકીનું રાજીનામુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બનાવટી લેટર પેડ પર મૂકી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યું છે.

Congress

આ રાજીનામું કોગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને હિન્દી ભાષામાં લખેલું હતું. સાત ફકરાના લેટર બાદ ભરતસિંહની ખોટી સહી પણ કરવામાં આવી હતી. અને છેલ્લે આ રાજીનામું કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજનીતી સચિવ અહેમદ પટેલને પણ રવાના કરવામાં આવ્યું હતુ. ફરિયાદમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ પ્રકારને અન્ય બાબતોમાં કોંગ્રેસ નો લેટર પેડનો ખોટો ઉપયોગ કરી શકે તેમ છે. એલિસ બ્રીજ પોલીસે આ અંગે ઇન્ડિયન પીનલ કોડની કલમ 465, 468 અને 469 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

English summary
After fake resignation of Bharat singh solanki went viral, congress gave FIR. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.