હાર્દિકના વીડિયો પછી જીજ્ઞેશે પોતાની સીડી અંગે કર્યો ખુલાસો

Posted By:
Subscribe to Oneindia News

એક તરફ જ્યાં હાર્દિક પટેલનો કથિત વીડિયો બહાર ત્યાં જ બીજી તરફ જીજ્ઞેશ મેવાણીએ પણ હાર્દિકના બચાવમાં એક બે ટ્વિટ કર્યા છે. જેમાં એક ટ્વિટમાં તેણે કહ્યું છે કે મને ફેસબુકના ઇનબોક્સમાં તેવા સવાલ ના પૂછો કે મારી સીડી ક્યારે બહાર આવશે. જ્યારે બહાર આવે ત્યારે જોઇ લેજો. સાથે જ બીજી એક ટ્વિટમાં તેણે કહ્યું છે કે ડિયર હાર્દિક ચિંતા ના કરતો હું તારી સાથે છું. અને કોઇને પણ તારી ગોપનીયતાને તોડવાનો કોઇને પણ અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જીજ્ઞેશ મેવાણીએ પાસવાસની દલિત ટિપ્પણી પર તેમની ધુલાઇ કરવવાની વાત કરી હતી. આમ હાર્દિક પછી જીજ્ઞેશ મેવાણીએ પણ પોતાનો વીડિયો રજૂ થવા મામલે રમૂજ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણીની જેમ જ અલ્પેશ ઠાકોરે પણ હાર્દિક પટેલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અને જાહેર થયેલા વીડિયોને ભાજપનું કાવતરું કહ્યું છે. વધુમાં હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસ પણ જોડાઇ છે. જો કે હાર્દિક પટેલના નવા કથિત વીડિયો પછી તેની આવનારી રેલીઓમાં લોકોની ભીડથી ખબર પડશે કે હાર્દિકના આ કથિત વીડિયોથી હાર્દિકની ઇમેજને કોઇ નુક્શાન થયું છે કે નહીં.

English summary
After Hardik Patel Video went viral, Jignesh Mevani give reaction on when his video will viral through twitter

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.