For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લઠ્ઠાકાંડના નામે રાજકારણઃ ગાંધીનગરમાં યુવા ત્રિપૂટીએ કરી કરી જનતા રેડ

ગુજરાતમાં અમદાવાદના સોલા વિસ્તારમાં કથિત લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ સહિત ગુજરાત પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાનો લાભ લેવા માટે રાજકારણીઓ પણ પડાપડી કરવા લાગી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અમદાવાદના સોલા વિસ્તારમાં કથિત લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ સહિત ગુજરાત પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાનો લાભ લેવા માટે રાજકારણીઓ પણ પડાપડી કરવા લાગી ગયા હતા. કૉંગ્રેસ પણ આ કથિત લઠ્ઠાકાંડના મુદ્દે રાજનીતિ પર ઉતરી આવ્યું અને દારુબંધીના નામે થતી પોલંપોલ પર દેકારો કરી મુક્યો. ત્યારે, ગુજરાતમાં ઉગી નિકળેલા ત્રણ યુવા નેતાઓ હાર્કિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી તો દારૂથી બેભાન થયેલા પિક્કડ લોકોની મુલાકાતે પણ પહોંચી ગયા.

દારૂબંધીના નામે રાજ્યમાં નાટકબાજી

દારૂબંધીના નામે રાજ્યમાં નાટકબાજી

રાજ્યમાં દારૂબંધીના મામલે ઠોસ કામગીરીના બદલે માત્ર નાટકબાજી બહુ થાય છે. જિગ્નેશ મેવાણી ધારાસભ્ય થયા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અને વાડજ વિસ્તારમાં દારૂ વેચાય છે તેવો હંગામો કર્યો અને ટોળા સાથે રસ્તા ઉપર ઉતરી દારૂના અડ્ડા બંધ કરાવવાની માગણી કરી. જિગ્નેશ મેવાણીનો પ્રયાસ સારો હતો. તેની ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. તેવી જ રીતે ગુજરાતના સક્રિય રાજકારણમાં આવતા પહેલા અલ્પેશ ઠાકોરે પોતાની જ્ઞાતીમાં દારૂની બદીને નાથવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. જે કામગીરીનો પ્રભાવ પણ સમાજમાં પડ્યો છે.

યુવા ત્રિપૂટીએ કરી જનતા રેડ

અમદાવાદના સોલાની કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ ગાંધીનગર પહોંચી ગયા હતા. તેમની પાસે માહિતી હતી કે ગાંધીનગરમાં જ દારૂ વેચાય છે અને તેમણે જનતા રેડ કરી હતી. જોકે, તેમની જનતા રેડમાં બે થેલી દારૂ પકડાયો હતો. ખરેખર, ગાંધીનગરમાં પુષ્કળ દારૂનું વેચાણ થાય છે અને તે પણ ગાંધીનગર પોલીસ જિલ્લા પોલીસ અધિકારીની કચેરીની નજીકમાં.

મહિલાએ અન્ય લોકોએ દારૂ ઘુસેડ્યાનો કર્યો આરોપ

મહિલાએ અન્ય લોકોએ દારૂ ઘુસેડ્યાનો કર્યો આરોપ

અમદાવાદમાં થયેલ કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલે સાથે મળીને ગાંધીનગર ડીએસપી કચેરી સામે જનતા રેડ કરી હતી પરંતુ આ દરોડામાં જે મહિલાના ઘરમાં જનતા રેડ કરાઈ તેમના ઘરેથી બે નાની થેલીમાં દેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં મહિલાએ અન્ય યુવકે દારૂ નાખ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી, ગાંધીનગર પોલીસે પ્રવિણ ભરવાડ નામના યુવકની પુછપરછ કરી હતી.

દારૂ બનાવવાના કોઇ સાધન ન મળ્યા હોવાનો પોલીસનો દાવો

દારૂ બનાવવાના કોઇ સાધન ન મળ્યા હોવાનો પોલીસનો દાવો

તો, આ રેડ બાદ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, જે મહિલાના ઘરમાં જનતા રેડ કરાઈ હતી તેમના ઘરેથી ધારાસભ્યોની સાથે આવેલો શખ્સ તેમના ઘરમાં ઘૂસતો હતો અને તેને ટોકતા બહાર ઊભો રહી ગયો હતો. તે શખ્સ દારૂની બે કોથળીઓ મારા ઘરમાં મુકી ગયો હોવાનો આરોપ મહિલાએ મુક્યો છે. જેના પગલે એલસીબીએ પ્રવિણ ભરવાડ નામના શખ્સની પુછપરછ શરૂ કરી છે. જો મહિલાના ઘરમાં દારૂ વેચાતો કે બનાવાતો હોય તો તેના સાધનો પણ ત્યાં મળવા જોઈએ જોકે આવું કાંઈ મળી આવ્યું નથી.

રાજ્યના અન્ય શહેરોમાં પણ પોલીસ સતર્ક બની

તો બીજી તરફ, સોલાની ઘટના બાદ રાજ્યભરની પોલીસ હરકતમાં આવી છે. પોલીસ દ્વારા ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શહેરના થોરાળા વિસ્તારમાં ધમધમતા દેશીદારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી હતી. દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં દેશીદારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ આ દેશીદારૂ ઉપરાંત દારૂ બનાવવાનો આથો સહિતની સામગ્રીનો પોલીસે નાશ કર્યો હતો.

English summary
After lathhakand in ahmedabad, youth leaders Hardik patel, jignesh mevani and alpesh thakore raid in gandhinagar for liquir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X