ગુજરાતમાં ફરીથી મળ્યો ડ્ર્ગ્સનો જથ્થો, પીપાવાવ પોર્ટથી 450 કરોડ રૂપિયાની હેરોઈન જપ્ત
અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી એકવાર મોટી માત્રામાં હેરોઈનની ખેપ જપ્ત કરવામાં આવી છે. શુક્રવારે ગુજરાત એટીએસ અને રેવન્યુ ઈન્ટેલીજન્સ ડિરેક્ટોરેટના એક જોઈન્ટ ઑપરેશન હેઠળ અમરેલી જિલ્લાના પીપાવાવા પોર્ટથી લગભગ 90 કિલોગ્રામ હેરોઈન જપ્ત થઈ છે જેની કિંમત લગભગ 450 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. માહિતી મુજબ આ પોર્ટ પર પહોંચેલા એક શિપિંગ કન્ટેનરથી આ હેરોઈન જપ્ત કરવામાં આવ્યુ.
ઈરાનથી આવ્યુ હતુ કન્ટેનર
ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ આ મામલે માહિતી આપીને જણાવ્યુ કે જે શિપિંગ કન્ટેનરથી આ ડ્ર્ગ્સ જપ્ત થઈ છે તે ઈરાનથી લાવવામાં આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે આ કન્ટેનર આવવાની ખુફિયા માહિતી અમને મળી હતી ત્યારબાદ અમે એલર્ટ પર હતા.
માલને છૂપાવવા માટે અપનાવી આ રીત
તમને જણાવી દઈએ કે આટલી મોટી માત્રામાં ડ્ર્ગ્સને ભારતમાં લાવવા માટે એક ખતરનાક રીત અપનાવવામાં આવી હતી. ડીજીપીના જણાવ્યા મુજબ તસ્કરોએ મોટી રસ્સીઓમાં હેરોઈનને લિક્વિડ ફૉર્મમાં કરીને છૂપાવ્યુ હતુ. આ લિક્વિડ હેરોઈન બાદમાં સૂકાઈ ગયુ. બાદમાં તેને પેક કરીને એક્સપોર્ટ માટે મોકલવામાં આવ્યુ. તેમણે જણાવ્યુ કે કન્ટેનરમાં એક મોટી બેગને લગભગ પાંચ મહિનાથી અહીં લાવવામાં આવી ચૂકી હતી અને ત્યારથી આ કન્ટેનર અહીં હતુ. પછી અમને શંકા જતા તપાસ કરી.
આ દરમિયાન અમે જોયુ કે 395 કિલોગ્રામ રસ્સીની ગાંઠોમાં લગભગ 90 કિલોગ્રામ હેરોઈન છૂપાવવામાં આવી છે. શરુઆતમાં પોલિસને રસ્સીઓ હોવાના કારણે શંકા નહોતી થઈ. આ એક્શન બાદ તપાસ એજન્સીઓએ સંબંધિત જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી શરુ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી તસ્કરી કરનાારાની નજર પંજાબ અને જમ્મુ કાશ્મીરના રસ્તાઓ પર હતી પરંતુ હવે ગુજરાતના રસ્તો પણ આની તસ્કરી થવા લાગી છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં તપાસ એજન્સીઓની આ કોઈ નવી કાર્યવાહી નથી. આ પહેલા પણ થોડા સમયથી ગુજરાતના દરિયા કિનારાઓથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવી ચૂકી છે.