
Agneepath Protest : પ્રદર્શનકારીઓએ લોકોની મુશ્કેલી વધારી, ઘણી ટ્રેન રદ્દ
Agnipath Protest : બિહારમાં સૈન્યની ભરતી માટે પ્રસ્તાવિત અગ્નિપથ યોજના અંગે શુક્રવારના રોજ વિરોધીઓએ હોબાળો મચાવ્યો હતો. રાજ્યના વિવિધ સ્ટેશનો પર હોબાળો થયો હતો, જ્યારે ઘણી ટ્રેનોને સળગાવી દેવામાં આવી હતી. અહીં, હોબાળાને કારણે પૂર્વ મધ્ય રેલવેમાં ટ્રેનોના સંચાલનને ખરાબ અસર થઈ છે. જે દરમિયાન રેલવેએ વિવિધ રેલવે સ્ટેશનો માટે હેલ્પ લાઇન નંબરો જાહેર કર્યા છે.
પ્રદર્શનકારીઓ બિહારના વિવિધ રેલવે સ્ટેશનો પર પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો. ઘણા વિરોધીઓએ પોતાના ચહેરા ઢાંકીને રાખ્યા હતા, જેથી તેઓની ઓળખ કરી શકાઇ નથી. આ દરમિયાન વિરોધીઓએ હોબાળો મચાવ્યો હતો.

લખીસરાયના સમસ્તીપુરમાં ટ્રેનોને આગ લગાડાઇ
લખીસરાયના સમસ્તીપુરમાં ટ્રેનોને આગ ચાંપવામાં આવી હતી. સુપૌલથી પણ ટ્રેનમાં આગ લાગવાના અહેવાલ છે. અહીં પૂર્વ મધ્યરેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વીરેન્દ્ર કુમારે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, ધરણા અને પ્રદર્શનને કારણે ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયુંછે.

35 ટ્રેન સેવાઓ રદ્દ
આંદોલનને કારણે કુલ 200 ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. દેશભરમાં 35 ટ્રેન સેવાઓ રદ્દ કરવામાં આવી છે, જ્યારે 13ને સમાપ્ત કરવામાંઆવી છે.
વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ડાલ્ટનગંજ, કોડરમા, ધનબાદ, ખગરિયા, હાજીપુર, બરૌની, સહરસા, દરભંગા ગયા સહિતના ઘણાસ્ટેશનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં લોકો કોલ કરી શકે છે અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ પણ પૂર્વ મધ્ય રેલવેના ઘણા રેલવે સ્ટેશનો પર હોબાળો અને પ્રદર્શનને કારણે ટ્રેનોનું સંચાલન ખોરવાઈગયું હતું, જોકે મોડી સાંજથી ટ્રેનોનું સંચાલન સામાન્ય થઈ ગયું હતું.

વિરોધીઓનું હિંસક પ્રદર્શન
હિંસક વિરોધીઓએ સુપૌલમાં સહરસા-લલિતગ્રામ પેસેન્જર ટ્રેન (05516 ડાઉન) ને આગ ચાંપી દીધી હતી. આગમાં એક એન્જિન અને એકકોચ બળીને ખાખ થઈ ગયા હતા.
ભોજપુરમાં દેખાવકારોએ કુલહરિયા રેલવે સ્ટેશન પર પટના-સાસારામ પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધીહતી. આગમાં બે કોચ બળીને ખાખ થઈ ગયા હતા.
પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં દરભંગા-નવી દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બા સળગાવી દીધા. ટ્રેન નવી દિલ્હી જઈ રહીહતી.
સમસ્તીપુર સ્ટેશન પર પહોંચતા જ હિંસક ટોળાએ ટ્રેન પર હુમલો કર્યો હતો. તેઓએ મુસાફરોને બળજબરીથી નીચે ઉતાર્યા અને પછીતેને આગ ચાંપી દીધી હતી.