જામનગર જિલ્લાના પસાયા ગામે કોઝ વે, ચેકડેમ તેમજ ભોજનાલયનું ખાત મુહર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના પસાયા ગામે કોઝ વે, ચેકડેમ તેમજ મહાકાળી માતાજીના મંદિરમાં નવા ભોજનાલયનું ખાતમુહર્ત કર્યું હતું. પસાયા (બેરાજા) ગામે રૂ. 37.98 લાખના ખર્ચે નાના- મોટા કુલ 5 ચેકડેમનું કૃષિમંત્રીએ
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના પસાયા ગામે કોઝ વે, ચેકડેમ તેમજ મહાકાળી માતાજીના મંદિરમાં નવા ભોજનાલયનું ખાતમુહર્ત કર્યું હતું. પસાયા (બેરાજા) ગામે રૂ. 37.98 લાખના ખર્ચે નાના- મોટા કુલ 5 ચેકડેમનું કૃષિમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. વિસ્તારની રૂપારેલ નદી પર નવા કોઝ વે કુલ રૂ. 29.54 ના ખર્ચે બનાવવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં રૂ. 100 કરોડના વિવિધ રસ્તાના કામને મંજૂરી મળી છે. તેમજ અંદાજિત રૂ. 35 કરોડના જોબ નંબર પણ મળ્યા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહયા છે.












Click it and Unblock the Notifications
