Agriculture News: 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે પર 11 નવેમ્બરે શરૂ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
minimum support price: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 11 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના 160 થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે.
ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 333000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.
નોંધણી કરવામાં આવેલા તમામ ખેડૂતો પાસેથી રૂપિયા 1356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.

કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા સમગ્ર રાજ્યના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે,
'ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4000 કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.'
ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તારીખ 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે.
— Raghavji Patel (@RaghavjiPatel) November 8, 2024
ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ… pic.twitter.com/eZoBD3CazI












Click it and Unblock the Notifications
