ખેતી સમાચાર : માર્કેટિંગ યાર્ડોમાં પાક બગડતો અટાકવવા રાજ્ય સરકારે 4113.3 કરોડ ખર્ચ્યા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ માર્કેટીંગ યાર્ડોમાં આધુનિક સગવડો ઊભી કરવા સરકાર વિવિધ સહાય કરી રહી છે. વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત આ આધુનિક સગવડો ઊભી કરવામાં આવી રહી છે.
રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં ખેતીના પાકો ખુલ્લા પડી રહેતા કુદરતી વરસાદ અને માવઠાને કારણે થતા નુકસાન અંતર્ગત માર્કેટિંગ યાર્ડોમાં ભૌતિક સુવિધાના પ્રશ્નોના સંદર્ભે જવાબ આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે, વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત બજાર સમિતિઓમાં આધુનિક સગવડો ઊભી કરવા કરવા વર્ષ 2021-22 અને 2022-23માં કુલ 5500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આ સમયગાળામાં 4113.37 કરોડ ખર્ચ કરવામાં આવ્યો.
તેમણે વણવપરાયેલ રકમ સંદર્ભે જણાવ્યું કે, બજાર સમિતિ તરફથી દરખાસ્ત ન મળવાને કારણે તથા દરખાસ્તોની પૂર્તતા ન થવાને કારણે વપરાશ થયેલ નથી.
બજાર સમિતિઓમાં વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત માહીતી આપતા તેમણે જણાવ્યું કે, રાજ્યની બજાર સમિતિઓમાં આધુનિક સગવડો માટે 70.70 લાખ ચોમીનું બાંધકામ કર્યું છે, જેનાથી 56 લાખ મેટ્રીક ટન ખેત પાકોની જણસો સમાવી શકાય છે.
આ સિવાય તેમણે બનાસ ડેરી દ્વારા દાંતાખાતેના દિવસની 40 હજાર કિલો ગોબરક્ષમતા ધરાવતો કોમ્યુનિટી બાયો ગેસ પ્લાન્ટનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ગુજરાતને હરિયાળું બનાવવા અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક ખેતી માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેનાથી ગુજરાતે ખૂબ લાભ થશે.












Click it and Unblock the Notifications
